Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે 3થી 4 રૂપિયાનો તોળાતો ભાવ વધારો

ટણી દરમિયાન તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ પર નિયંત્રણ રાખ્યું હતું

નવી દિલ્હી : પેટ્રોલ અને ડિઝલની મોંઘવારીમાં આ મુદ્દે કોઇ રાહત મળવાની શકયતા નથી. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદથી દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 64 પૈસા પ્રતિ લિટર મોંઘુ થઇ ચુક્યું છે અને ડિઝલનાં ભાવમાં 68 પૈસા પ્રતિ લિટરનો વધારો થઇ ચુક્યો છે.   

  પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં રવિવારે સતત ચોથા દિવસે વૃદ્ધીનો તબક્કો ચાલી રહ્યો અને માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં ગત્ત દિવસોમાં થઇ રહેલા ભાવ વધારાના કારણે ટુંક જ સમયમાં પેટ્રોલ અને ડિઝલમાં 3 રૂપિયા જેટલો મોટો વધારો થઇ શકે છે. 

 

   નિષ્ણાંતોના અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલનાં ભાવ ઝડપથી લોકસભા ચૂંટણી દરમિયાન તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ પર નિયંત્રણ જાળી રાખ્યું, ત્યાર બાદ તેમણે પોતાના નુકસાનને ખાળવા માટે ભાવ વધારા સિવાય અન્ય કોઇ જ વિકલ્પ નહી હોય.

  ગુપ્તાએ આ અગાઉ કહ્યું હતું કે, ચૂંટણી પુર્ણ થવા અંગે પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં 3-4 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઇ શકે છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી 1 રૂપિયા પ્રતિ લિટરનો ભાવધારો થયો છે, પરંતુ આ વધારો આગામી ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે. 

(11:22 pm IST)