Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

રાફેલ મામલે સમીક્ષા અરજીઓ નકારવા કેન્દ્રની સુપ્રીમને રજૂઆત

નવી દિલ્લી : રાફેલ સાથે સંકળાયેલી  સર્વોચ્ચ અદાલત સમક્ષની તમામ સમીક્ષા અરજીઓ નકારી દેવામાં  આવે તેવી લેખિત રજુઆત કેન્દ્ર સરકારે અદાલત સમક્ષ કરી છે.  રાફેલ સોદા અંગેના કેસમાં અદાલતે આપેલા ચુકાદાની સમીક્ષા કરવામાં આવે તેવી માંગણી કરતી અરજીઓ અદાલતમાં ચાલી રહેલી સુનાવણીમાં સરકારે આમ જણાવ્યુ છે. રાફેલ મામલે થયેલી સમીક્ષા અરજીઓ જુઠા અને બનાવટી આરોપો પર આધારિત છે. એ અરજીઓ ચોરવામાં આવેલી ફાઇલોમાંથી મેળવેલી જાણકારી પર આધારિત છે. જેની ખોટી વ્યાખ્યા કરવામાં આવી છે એમ સરકારે લેખીત રજુઆતોમાં જણાવ્યુ છે. રાફેલ સોદામા વડાપ્રધાનના કાર્યાલયએ દખલ કર્યાના આરોપનો જવાબ આપતા જણાવ્યું કે આ સોદામા પીએમઓ તરફથી કોઇ સમાંતર વાટાઘાટ થઇ નથી. કોઇ પણ હસ્તક્ષેપથી હવાઇ દળની કાર્યપ્રણાલિ પર અસર થઇ શકે છે. સાદોમાં હસ્તક્ષેપ  અને કરારની જાંચ કરવાનો વ્યર્થ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

(11:26 am IST)