Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

૪ વર્ષ પૂરા : અચ્છે દિન કા ઈન્તેઝાર

જટીલતા દૂર થશે એટલે જીએસટીના ફાયદા દેખાશે : રેનન બેનરજી

નવી દિલ્હી, તા.૨૫ : ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પાસે૨૦૧૯ની પરીક્ષા આડે હવે માત્ર એક વર્ષ જ બચ્યું છે. શું દેશનાવડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'અચ્છે દિન'ના વાયદાઓ થોડા પણતેની નજીક પહોંચી શક્યા છે ? અર્થશાસ્ત્રીઓ અને અન્યનિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ચાર વર્ષ પૂર્વે દેશના નાગરિકોએસામાજિક-આલ્લથક- રાજકીય તમામ ક્ષેત્રોમાં બહેતર દિવસોઆવવાની આશા સાથે ભાજપને વોટ આપ્યા હતા પરંતુ જીએસટીઅને નોટબંધી જેવા કેટલાક મજબૂત માળખાગત સુધારાના દાવાછતાં પ્રજાને હજુ સુધી ખબર પડી નથી કે આ સુધારા તેમના માટેકઇ રીતે સારા છે.

વર્ષ ૨૦૧૭-૧૮ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતની જીડીપી ગ્રોથ૭.૨ ટકા રહેવા છતાં કેટલાક અર્થશાસ્ત્રીઓનું માનવંુ છે કેકાફ્રાનાણાને નાબૂદ કરવાના દાવાવાફ્રી નોટબંધીના પગલાએઆખરે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું છે. જેએનયુનાઅર્થશાસ્ત્રના પ્રો.જયંતિ ઘોષે જણાવ્યું છે કે નોટબંધી સરકારનીએક ભયાનક ભૂલ હતી જેની કિંમત સામાન્ય માનવીએ ચૂકવવી પડી હતી. તેના કારણે બેંકિંગ સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ ઘટી ગયો હતો કારણ કે કેશ કટોકટી વખતે લોકો પોતાના જ નાણાંથીદૂર થઇ ગયા હતા.

મોદી સરકારે ૮ નવે.૨૦૧૬ના રેાજરૂ.૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ પર પ્રતિબંધ મૂકી દીધો હતોજેના કારણે કુલ કરન્સીના ૮૬ ટકા રકમ ચલણથી દૂર થઇ ગઇહતી. ત્રણ દિવસ બેંકો બંધ રહી હતી અને તમામ એટીએમખાલીખમ હતા. ત્યારબાદ બેંકો સમક્ષ લાંબી કતારો શરૂ થઇગઇ હતી. દીકરીનાં લગ્ન માટે પૈસા મેળવવામાં પિતાઓને ભારે મુશ્કેલી પડી હતી. કતારોમા ંકલાકો સુધી ઊભા રહેવાનેકારણે ૧૨૫ જેટલા વયોવૃદ્ધ મહિલાઓ મૃત્યુ પામી હતી.

સ્થિતિ સામાન્ય થવા ૩૦ દિવસ માગ્યા હતા તેમ છતાં હાલત યથાવત રહી હતી. લગભગ ત્રણ મહિના સુધીદેશના લોકોએ મુશ્કેલી વેઠી હતી. જ્યંતિ ઘોષના વિચારો સાથેસૂર પુરાવતા જેએનયુના અર્થશાસ્ત્રના પૂર્વ પ્રાધ્યાપક અરૂણકુમારેજણાવ્યું હતું કે ભાજપની એનડીએ સરકાર આવી ત્યારે ભારતીયઅર્થવ્યવસ્થા પહેલેથી જ ઉપરની તરફ આગળ વધી રહી હતી. જેક્વાર્ટરમાં મોદી સરકારે સત્તા સંભાળી ત્યારે વિકાસ દર ૮ ટકાસુધી વધી ગયો હતો.

પરંતુ નોટબંધીને કારણે અર્થતંત્રને મોટોફટકો પડ્યો હતો. જ્યારે પ્રોફેશનલ સલ્લવસીસ માટે દુનિયાનીઅગ્રણી કંપનીમાની એક પ્રાઇસવોટરહાઉસ કૂપર્સ (પીડબલ્યુસી)ના પાર્ટનર અને લીડર પબ્લિક ફાઇનાન્સ એન્ડ ઇકોનોમિક્સ રેનન બેનરજીનો અલગ મત છે. તેઓ જણાવે છે કે ડિજીટલ પેમેન્ટની બાબતમાં નોટબંધીની સકારાત્મક અસરો પડી હતી. બેનરજીએ જણાવ્યું હતું કે સરકારનો બીજો ધડાકો જીએસટીનો હતો. તેમણેઆશા વ્યક્ત કરી છે કે એક વાર તેની જટીલતા દૂર થશે એટલેફાયદાકારક બદલાવ આવશે. જીએસટી દેશની કર પ્રણાલિનાચિત્રને સંંપૂર્ણપણે બદલી નાખશે.

(12:36 pm IST)
  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST

  • સુરતમાં કતલખાને લઈ જવાતા ગાય-વાછરડાને બચાવાયાઃ ગૌરક્ષકો ઉપર હુમલો : માંડવીમાં ગૌરક્ષકોએ એક વાનમાં લઈ જવાતા ગાય વાછરડાઓને છોડાવ્યા : તાપીના વલોડની ગાય વાછરડાને લઈ જવાતા હતા ત્યારે ઝડપી લેતા કસાઈઓએ ગૌરક્ષકો ઉપર હુમલો કર્યો access_time 7:07 pm IST

  • નોટબંધીનું પુરજોર સમર્થન કરનારા બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે યૂ ટર્ન લેતા તેનાં પર સવાલો ઉભા કર્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, નોટબંધીનો લાભ જેટલો મળવો જોઇએ તેટલો નથી મળ્યો. લાભ કેમ નથી મળ્યો તેનું કારણ તેમણે જણાવ્યુ હતું. નોટબંધીની નિષ્ફળતા માટે તેમણે બેંકોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતીમાં બેંકોની ઘણી મોટી ભુમિકા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેંકોને જમા અને પૈસા ઉપાડવા તથા લોન આપવાનું જ કામ નથી કરવાનું, પરંતુ દરેકે દરેક સરકારી યોજનામાં પણ બેંકોની ઘણી મોટી ભુમિકા હોય છે. access_time 1:22 am IST