Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

હવે વ્હોટ્સએપ મારફતે જાણવા મળશે દવા અસલી છે કે નકલી ? દવા કંપનીઓ ૩ મહિનામાં યુનિક કોડ પ્રિન્ટ કરશે

નવી દિલ્‍હીઃ મેડીકલ સ્‍ટોરમાંથી ખરીદવામાં આવતી દવા અસલી છે કે નકલી તે જાણવા માટે વ્હોટ્સએપ મેસેજ કરવાનો રહેશે. આ માટે દવા કંપનીઓ આગામી 3 મહિનામાં પોતાની સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ્સ પર યુનીક કોડ પ્રિંટ કરશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું કે, આ પગલાથી 300 દવા બ્રાંડ્સની નકલથી છૂટકારો મળશે.

ડ્રગ્સ ટેક્નિકલ એડવાઇઝી બોર્ડે 16મેના રોજ યોજાયેલ મીટિંગ દરમિયાન આ ટ્રેસ એન્ડ ટ્રેકવ્યવસ્થા લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જોકે ફાર્મા કંપનીઓ માટે આ વ્યવસ્થા ફરજીયાત કરવામાં આવી નથી. જે પણ કંપનીઓ આ વ્યવસ્થાનો ભાગ હશે તેમના મટે બ્રાંડ લેબલ પર જ 14 અંકનો એક યુનિક નંબર પ્રિન્ટ થશે. જેને દવાના લેબલ પર આપવામાં આવેલ મોબાઈલ પર મેસેજ કરવાથી મેન્યુફેક્ચરરનું નામ, એડ્રેસ, મેન્યુપેક્ચરીંગ ડેટ અને એક્સાપાયરી ડેટ, બેચ નંબર વગેરે જાણકારી મળશે.

સરકારી અધિકારી મુજબ આ પગલાથી ગ્રાહકોને દવાની ગણવત્તા, તે અસલી છે કે નહીં તે અંગે ભરોસો આવશે. તો તપાસ અધિકારીઓને નકલી દાવાઓ શોધવામાં પણ મદદ મળશે. આ અંગે સરકાર અને અનેક દવા કંપનીઓ વચ્ચે વાતચીત શરુ હતી. જે બાદ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ્સ એલાયન્સના સેક્રેટરી જનરલ ડી.જી.શાહે કહ્યું કે, ‘જો લોકો સુધી અસલી દવાઓ પહોંચતી હોય તો આ પગલું અમારા માટે આવકાર્ય છે. પરંતુ આ માટે પોર્ટલ બનાવવાની અને 14 આંકડાનો યુનિક નંબર જનરેટ કરવાની જવાબદારી આરોગ્ય મંત્રાલયે લેવી જોઈએ.એક અહેવાલ મુજબ 2014થી 2016 વચ્ચે કરવામાં આવેલ સર્વેમાં દેશમાં 3% દવાઓ નબળી ગુણવત્તા અને 0.23% દાવાઓ નકલી જોવા મળી હતી.

(12:00 am IST)
  • અમરેલી જિલ્લાના ઢાઢાનેશ વિસ્તારમાં વન કર્મચારી ઉપર સિંહનો હુમલોઃ ચાંચઇપાણીયા રેન્જ વિસ્તારમાં બિમાર સિંહની તપાસ કરવા જતાં સિંહ હુમલો કરીને નાસી છુટ્યોઃ ઇજાગ્રસ્ત વન કર્મચારી સારવારમાં access_time 2:32 pm IST

  • મુંબઈની તરતી રેસ્ટોરન્ટ સમુદ્રમાં ડૂબી : મુંબઈના માહિમ ખાતે બાંદરા-વરલી સી લિંક પાસે સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટ ડૂબી જતા 15 લોકો ડૂબ્યા હતા. જો કે સદનસીબે આ તમામ લોકોને બચાવી લેવાયા હતા. એક મોટી શિપને તરતી રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવી હતી. આ આર્ક ડેક બાર રેસ્ટોરન્ટ સમુદ્રના કિનારાથી લગભગ દોઢ કિલોમીટર અંદર હતી. જહાજમાં પાણી ભરાવાથી દુર્ઘટના સર્જાય હતી. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાય છે. access_time 2:09 pm IST

  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST