Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સાંસદ નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાની અરજી ઉપર આજે સુનાવણી

નવી દિલ્‍હી,તા. ૨૬ : લોકસભા અધ્‍યક્ષ ઓમ બિરલાએ મુંબઇમાં અપક્ષ સાંસદ નવનીત રાણાની ધરપકડ ઉપર ૨૪ કલાકની અંદર મહારાષ્‍ટ્ર સરકાર પાસે વિવરણ માંગ્‍યું છે. નવનીત રાણાએ લોકસભા અધ્‍યક્ષને પત્ર લખની જણાવેલ કે મુંબઇ પોલીસ દ્વારા તેમની ધરપકડ ગેરકાયદે છે. ઉપરાંત તેમણે પોલીસ કસ્‍ટડીમાં અમાનવીય વ્‍યવહારની પણ ફરિયાદ કરેલ.

મહારાષ્‍ટ્રના સીએમ ઠાકરેના નિવાસ બહાર હનુમાન ચાલીસાના પઠનની જાહેરાત કરનાર અપક્ષ સાંસદ રાણા અને તેમના ધારાસભ્‍ય પતિ રવિ રાણાની જામીન અરજી ઉપર આજે સેસન્‍સ કોર્ટમાં સુનાવણી થશે. બંનેની ધરપકડ કરાઇ છે અને દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્‍યો છે. ગઇ કાલે હાઇકોર્ટે એફઆઇઆર રદ કરવાની તેમની અરજી રદ કરી હતી. 

(2:24 pm IST)