Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

નારાયણ સાઈ કેસ ઘટનાક્રમ

૨૦૧૩માં જહાંગીરપુરમાં ગુનો દાખલ થયો હતો

અમદાવાદ,તા. ૨૬ : વર્ષ ૨૦૧૩માં સુરતની સાધિકા બહેનોએ નારાયણ સાંઈ સામે નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના ચકચારભર્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે આજે બહુ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો અને ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં કોર્ટે આરોપી નારાયણ સાંઇને દોષિત જાહેર કર્યો હતો. હવે કોર્ટ દ્વારા તા.૩૦મી એપ્રિલના રોજ આ કેસમાં સજાનું એલાન કરવામાં આવશે. કોર્ટે નારાયણ સાંઇ સહિત કુલ પાંચ આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. જે પ્રકારની ગંભીર કલમો નારાયણ સાંઇ વિરૂધ્ધ લાગુ કરાયેલી છે અને જે પ્રમાણે કોર્ટે તેને દોષિત જાહેર કર્યો છે તે જોતાં હવે પિતા આસારામ બાદ પુત્ર નારાયણ સાંઇને પણ બળાત્કારના આ ચકચારભર્યા કેસમાં આજીવન કેદની સજા થઇ શકે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

*    ૬-૧૦-૨૦૧૩ ના રોજ સુરત જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

*    ૪-૧૨-૨૦૧૩ના રોજ પોલીસે પંજાબ દિલ્હી બોર્ડર પરથી પકડી લીધો

*    ૪-૧૨-૨૦૧૩ ની સાંજે ફલાઇટ મારફતે સુરત લાવવામાં આવ્યો

*    ૪-૧૨-૨૦૧૩ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરત કેસમાં ધરપકડ કરી

*    ૫-૧૨-૨૦૧૩ના રોજ નારાયણ સાંઈને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો

*    ૫-૧૨-૨૦૧૩ના રોજ સુરત પોલીસને અલગ અલગ મુદ્દાઓ પર ૧૪ દિવસના રિમાન્ડ મળ્યા

*    રિમાન્ડ પૂર્ણ થયા બાદ નારાયણ સાંઈ લાજપોર જેલમાં સમય વિતાવી રહ્યો છે

*    છ વર્ષ સુધી ટ્રાયલ ચાલી

(7:36 pm IST)