Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

જે દવાથી બીજા રોગ થાય તે દવા છે જ નહીં: આ.પૂ.વિદ્યાસાગરજી

આયુર્વેદની ઔષધીઓ અને તેની શોધને પ્રોત્સાહન આપી લોકોને સ્વસ્થ બનાવવા જોઈએ : એલોપેથીની તુલનામાં આયુર્વેદ ઉત્તમઃ રોગને જડ- મૂડમાંથી નાશ કરે છે

જબરપુરઃ  જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગરજીના મત મુજબ વર્તમાનમાં પ્રચલીત ઉપચાર પધ્ધતિમાં દવા લોકો માટે ભોજનની જેમ બની ગઈ છે. દવાઓને તમે ભોજન શું કામ બનાવી રહ્યા છો? જે દવાથી બીજી બીમારીઓ ઉભી થાય એ દવા છે જ નહી. આ બસ એલોપેથીમાં થઈ રહ્યું છે, પણ આયુવેદમાં આવું નથી થતુ. રોગ અનુસાર જ ઔષધી આપવામાં આવે છે. એલોપેથીમાં ફકત દર્દમાંથી રાહત આપવામાં આવે છે. હકીકતે તે રોગને સમજી તેનો ઉપચાર થઈ જ રહયો નથી. એટલા માટે આયુર્વેદને સમજવું પડશે. તેના પ્રચલન ઉપર જોર દેવું પડશે.

ઉપરોકત શબ્દો મધ્યપ્રદેશના જબલપુર પાસેના પ્રતિભા સ્થળીએ બિરાજમાન આચાર્ય વિદ્યાસાગરજી મ.સા.ના છે. તેમણે આયુર્વેદને એલોપેથીની તુલનામાં વધુ બહેતર બતાવતા જણાવેલ કે આર્યુવેદમાં ઉપલબ્ધ ઔષધીઓ અને તેની શોધને પ્રોત્સાહન આપી લોકોને સ્વસ્થ બનાવવાની જરૂર હોવાનું રાજસ્થાન પત્રિકા સમૂહના મુખ્ય સંપાદકશ્રી ગુલાબ કોઠારીને આપેલ મુલાકાત દરમિયાન જણાવેલ.

તેમણે એલોપેથીમાં ઉપચાર શરૂ થાય છે અને વ્યકિત મૃત્યુ પામે ત્યાં સુધી ઉપચાર બંધ નથી થતો. રોગનું કારણ ખબર નથી હોતુ, ઉપચાર ચાલતો રહે છે. દવાઓનો ડોઝ વધતો જાય છે. એલોપેથી દવાથી અન્ય બીજા વિકાર ઉત્પન્ન થતા હોવા અંગે જણાવેલ કે ઠીક કેમ થાય, એ દવા છે જ નહી, એ તો ખોરાક થઈ ગયો છે. ભોજન તો દાળ, ભાત, શાક, રોટલી છે. દવાને ભોજન ન બનાઓ. જે દવાથી બીજી કોઈ બીમારી ઉભી થયા તે દવા છે જ નહીં.

અન્ય એક પ્રશ્ન લોકો સ્વસ્થ તો થતા નથી, ઉલ્ટુ ઉપચારમાં તેનું ઘર વેચાય જાય છે. એલોપેથી ઉપચારમાં ઘણી હદ સુધી કારગર સાબીત નથી થઈના જવાબમાં આચાર્યશ્રીએ જણાવેલ કે એક વધુ ભયંકર સ્થિતિ છે. જે દવા દેવાઈ રહી છે તે એ રોગ માટે સિધ્ધાતઃ સાચી નથી. આર્યુવેદમાં આવુ નથી હોતુ, એમાં ફકત એ જ અપાશે જે રોગને જડ- મૂડમાંથી ઉખાડી નાખે.

આચાર્ય વિદ્યાસાગરજીએ અંતમાં જણાવેલ કે આર્યુવેદના સિધ્ધાંત અનુસાર વાત પિત અને કફ ત્રણ મુખ્ય તત્વ છે. પેટમાં દર્દ હોય તો દર્દની દવા અપાય છે પણ આ દર્દ કેમ થઈ રહ્યુ છે. એના પાછળનું કારણ તો સમજવુ- જાણવું પડશે. જો એ જોવામાં નથી આવતુ તો તે અપરાધ છે. સિધ્ધાંત છે કે કોઈ રોગ અકારણ નથી થતો. તો પછી જે રોગનું કારણ જ ખબર નથી તો તમે દવા શેના માટે લઈ રહ્યા છે. હાલમાં પ્રચલીત ઉપચાર પધ્ધતિમાં તમે જે દવાઓ લઈ રહ્યા છો તેને ઠીક કરવા સક્ષમ બતાવાય છે. છતા પણ રોગ માટે તે દવા કારગત કેમ નથી નિવડતીએ વિચારવા જેવી વાત છે.

(3:41 pm IST)