Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

જેટ સંકટ

રિફંડ બે મહિનામાં પણ મળવું મુશ્કેલ

જેટ અરજીના ૪૫ દિવસમાં તેની તપાસ કરશે પરંતુ રિફંડ કયારે મળશે તે જણાવ્યું નહી

નવી દિલ્હી તા. ૨૬ : જેટ એરવેઝે કહ્યું કે તે રિફંડની અરજી મળવાના ૪૫ દિવસોમાં તેની પડતાલ પુરી કરી લેશે. પરંતુ તેને એ જણાવ્યું કે રિફંડ કેટલા દિવસોમાં આપવામાં આવે. એવામાં ઓછા માં ઓછા બે મહિનામાં રિફંડ મળવાનું મુશ્કેલ લાગી રહ્યું છે.

સંકટગ્રસ્ત એરલાઈને ટ્રાવેલ એજન્ટોને મોકલવામાં આવેલા સંદેશમાં કહ્યું છ એકે તે અરજી મળવાના ૪૫ દિવસોમાં રિફંડની વૈધતાની પડતાલ પુરી કરી લેશે. ૧૭ એપ્રિલે સેવાઓ બંધ કરી ચુકેલી એરલાઈન પર હવાઇયાત્રીઓના અંદાજે ૩૫૦૦ કરોડ રૂપિયા બાકી છે. તેને કહ્યું કે એજન્ટ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસીએસન પોર્ટલથી રિફંડ અરજી મોકલી શકે છે. ૨૩ એપ્રિલ થી ૨૦ મેં સુધી તેની અરજીને સ્વીકાર કરવામાં આવશે. અરજી મળવાના ૪૫ દિવસની અંદર તેની પુષ્ટિ કરવામાં આવશે અને રિફંડની પ્રક્રિયા પુરી કરવામાં આવશે. રિફંડની રકમ આઈએટીએને મોકલશે. એજન્સીઓને દર સપ્તાહે રિફંડ અરજી મોકલવમાં આવશે. ક્રેડિટ કાર્ડથી કરેલી ચુકવણી પણ અરજીની પડતાલ બાદ કાર્ડ કંપનીઓ દર સપ્તાહે નિપટાવશે.

મેકમાય ટ્રીપ, ગોઇબિબો, એકિસગો જેવી તમામ ટ્રાવેલ સાઇટ દ્વારા ટિકિટ બુક કરાવતા યાત્રી ડબલ સમસ્યા સહન કરી રહ્યું છે. ટિકિટ રદ્દ થયા બાદ તેનું રિફંડ મળી રહ્યું નથી. બીજી બાજુ તેને ૫૦ ટકા વધુ ભાવે ટિકિટ મળી રહી છે.

(3:40 pm IST)