Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

શરાબ પીવા માટે પૈસા ન આપ્યા તો માતા અને ભાઇની હત્યા કરી

નવીદિલ્હી,તા.૨૬: દિલ્હીના ઉત્તમનગરમાં ગઇકાલે રાતે એક વ્યક્તિઓ પોતાની ૭૫ વર્ષની માતા અને નાના ભાઇની હત્યા કરી દીધી આરોપ છે કે શરાબ માટે પૈસા આપવાનો ઇન્કાર કરતા તેણે આ પગલુ ઉઠાવ્યું છે.આરોપી સુનીલ અરોડા ૫૨ વર્ષનો છે સુત્રોના જણાવ્યા અનુસાર તેણે બે ચાકુ એક કાતર અને એક કપડા ઘોવાના બેટથી આ ઘટનાને પરિણામ આપ્યું હતું

આરોપી પોતાની માતા અને ભાઇની હત્યા કર્યા બાદ ત્યાં લાશોની પાસે બેસી બીડી પીતો હતો સુનીલ પોલીસ અને બાકી લોકોના આવવા સુધી શાંતિથી ત્યાં જ બેઠો હતો સુનીલ પોતાના ૪૮ વર્ષના ભાઇ રાજેન્દ્ર અન માતા લતાની સાથે ઉત્તમનગરના વિશ્વાસ પાર્કમાં રહેતો હતો બંન્ને ભાઇની પત્નીઓ ન હતી અને માતાના પૈસાથી જીદંગી પસાર કરી રહ્યાં હતાં બંન્નેના પિતાનું મૃત્યુ અનેક વર્ષ પહેલા થયુ હતું. પાસે રહેતા એક વ્યક્તિએ પોલીસને જણાવ્યુ ંહતું કે અરોડાના ઘરમાં સતત ઝઘડા થતા હતાં પૈસાને લઇ આ વિવાદ થતો હતો.તેણે રાજેન્દ્રને ઘરની બહાર લોહીથી લથપથ હાલતમાં જોયો હતો તેનો ભાઇ તેના પર હુમલો કરી રહ્યો હતો રાજેન્દ્ર અને માતાએ મદદની ભીખ માંગી હતી કહેવાય છે કે સુશીલને શંકા હતી કે માતાએ વધુ પૈસા રાજેન્દ્ર્રને આપ્યા હતાં આ કારણે તે માતા અને ભાઇને પસંદ કરતો ન હતો અને જયારે માતા અને ભાઇ પાસે શરાબ પીવાના પૈસા માંગ્યા અને તેઓએ આપ્યા નહીં તો આ ઘટનાને પરિણામ આપ્યુ.

(5:01 pm IST)
  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાલેજમાં જુગાર રમતા 11 આરોપીની કરી ધરપકડ:રૂપિયા 60,550નો મુદ્દામાલ જપ્ત કરાયો access_time 9:09 pm IST

  • દિવંગત અભિનેતા વિનોદખન્નાની પત્ની કરશે ભાજપમાં બળવો : ગુરુદાસપુરથી અપક્ષ તરીકે લડશે ચૂંટણી ; કવિતાખન્નાએ ગુરુદાસપુરથી પોતાના પતિની સીટ પરથી ઉમેદવારીનો દાવો કર્યો હતો : ભાજપમાં જોડાયેલા અભિનેતા સન્ની દેઓલને ગુરુદાસપુરથી ટિકિટ ફાળવાતા કવિતા ખન્ના નારાજ access_time 1:20 am IST

  • વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા બાદ તામિલનાડુમાં ત્રાટકશેઃ વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા તરફ આગળ વધ્યા બાદ ઉત્તર પશ્ચિમ, તામિલનાડુની દિશાએ આગળ વધશે ત્યારબાદ તેનો ટ્રેક ચેન્જ થઈ આંધ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે તેમ હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે : તામિલનાડુ માટે રેડ એલર્ટ જાહેરઃ 'ફાની' FANI વાવાઝોડુ ધસમસી રહ્યુ છે access_time 11:22 am IST