Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

ચૂંટણી પંચે લોન્ચ કર્યા નવા ઈવીએમ ;કર્ણાટક ચૂંટણીમાં થશે ઉપયોગ

કર્ણાટકના 1800 બુથો પર નવા ઈવીએમ મશીનોથી ચૂંટણી કરાવાશે :ચૂંટણી પંચે માર્ક-3નામથી ન્યુ જનરેશન ઈવીએમ લોન્ચ કર્યા

નવી દિલ્હી :ઈવીએમ મશીન પર ઉઠતા સવાલ વચ્ચે ચૂંટણીપંચે ન્યુ જનરેશન ઇવીએમને લોન્ચ કર્યા છે આયોગનું કહેવું છે કે નવા ઈવીએમ ટેમ્પર પ્રુફ હશે તેનું નવું નામ માર્ક-3 અપાયું છેઆ પહેલ વિપક્ષીદળોનો આરોપ હતો કે જૂની ઈવીએમ હૅન્ક કરીને ભાજપને ફાયદો પહોંચાડી રહ્યાં છે કેટલાય રાજ્યોમાં ભાજપના વિઅજ્ય અબ્દ ઈવીએમ પર કેટલાય રાજકીયપક્ષએ ગંભીર આરોપ લગાવ્યા હતા

ચૂંટણીપંચનું કહેવું છે કે તેમાં કોઈ પ્રકારની છેડછાડ થઇ શક્તિ નથી આયોગે જણાવ્યું કે જો કોઈ પણ વ્યક્તિ તેમાં ફેરફાર કરવા ઈચ્છે તો તે આપોઆપ બંધ થઇ જાય છે સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં માત્ર એકવાર સોફ્ટવેર કોડ લખી શકાય હહે ઈવીએમની ખૂબી જણાવતા કહ્યું કે તે ઇન્ટરનેટ અથવા વાઇફાઇ જેવા કોઈ નેટવર્કથી જોડાઈ શકતું નથી

   કર્ણાટકમાં 12મી મેં એ યોજનાર ચૂટણીંમાં ન્યુ જેનરેશન ઈવીએમ મશીનનો ઉપયોગ થશે ઈવીએમ માર્ક-3નો ઉપયોગ થશે ચૂંટણીપંચે કહ્યું કે પ્રયોગ તરીકે 1800 બુથોમાં નવા ઈવીએમ મશીનનો ઉપયોગ કરાશે

(11:48 pm IST)