Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

લશ્‍કર-એ- તોયબા અને જૈશ- એ-મોહમદ સહિતની આતંકી સંગઠન અમરનાથ યાત્રીકો ઉપર હુમલો કરવાની ફિરાકમાં: ગૃહ મંત્રાલય દ્વારા ઉચ્‍ચ સ્‍તરીય બેઠકમાં ચર્ચા વિચારણા

શ્રીનગર : આગામી સમયમાં શરૂ થનાર અમરનાથ યાત્રા ઉપર આતંકવાદી સંગઠનો હુમલો કરે તેવી ગુપ્ માહીતી કેન્દ્રીય ગૃહ વિભાગને મળતા તાકીદની બેઠક બોલાવાઇ હતી અને મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કેન્દ્રિય ગૃહ સચિવે તમામ પેરા મિલિટ્રી ફોર્સ ઉપરાંત આ બેઠકમાં દેશની તમામ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓને પણ સાથે રાખ્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુપ્ત એજન્સીઓએ ગૃહ મંત્રાલયને જાણકારી આપી છે કે લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદ અને અન્ય બીજા આતંકી સંગઠનો ભારતમાં હુમલો કરવાની ફિરાકમાં બેઠા છે. ગુપ્ત સુત્રોનું એ પણ કહેવું છે કે, આતંકીઓ અમરનાથ યાત્રાને પણ પોતાનું નિશાન બનાવી શકે છે અને મોટા હુમલાને અંજામ આપી શકે છે. 

સુત્રોના આધારે જાણવા મળ્યા મુજબ  ગૃહ મંત્રાલયમાં થનારી આ બેઠક દરમિયાન એ મુદ્દે વિચાર કરાશે કે કેવી રીતે અમરનાથ યાત્રાને વધુ સુરક્ષિત બનાવી શકાય.

(6:48 pm IST)