Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

છોટા ઉદેપુરમાં અશોક પંજાબીએ મોદીને રાવણના વંશ જ કહેતા વિવાદ

વસવાએ રાહુલને પ૦૦ ગ્રામ ઝેર આપવાનું કહ્યું હતું

છોટાઉદેપુર,તા.૨૬: લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે એમ રાજકીય પક્ષોના નેતાઓની જીભ પણ લપસતી જાય છે.ભાજપના ગણપત વસાવાએ ગતરોજ રાહુલ ગાંધીને ૫૦૦ ગ્રામ ઝેર આપવાનુ કહ્યા બાદ હવે બોડેલી ખાતે કોંગ્રેસના અશોક પંજાબીએ વડાપ્રધાન મોદીને રાવણના વંશજ કહેતા ભારે વિવાદ સર્જાવા પામ્યો છે.

આ અંગે મળતી માહીતી અનુસાર,છોટાઉદેપુરના બોડેલી ખાતે કોંગ્રેસનું સંમેલન યોજવામા આવ્યુ હતુ.આ સંમેલનમાં કોંગ્રેસના નારણ રાઠવાએ વડાપ્રધાન મોદીને તુ કહી સંબોધન કર્યુ હતુ.જયારે કોંગ્રેસના અશોક પંજાબીએ વડાપ્રધાન મોદીને રાવણના વંશજ સાથે સરખાવ્યા હતા.બોડેલી ખાતે કોંગ્રેસ દ્વારા કાર્યકર્તા સંમેલન આયોજીત કરવામા આવ્યુ હતુ.જેમાં નારણ રાઠવા,કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક પંજાબી, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા સહીતના નેતાઓ હાજર રહ્યા હતા.અત્રે નોંધનીય છે કે,ગતરોજ ભાજપના ગણપત વસાવાએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ૫૦૦ ગ્રામ ઝેર આપવાની વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી.અશોક પંજાબીએ તેમના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર અને સંઘની આકરી ટીકા કરી હતી.તેમણે સંઘને અંગ્રેજોના મિત્ર ગણાવવા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણના વંશજ તરીકે ગણાવતા હવે નવો વિવાદ ઉભો થવા પામ્યો છે.

(3:26 pm IST)