Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ભાજપે પ્રધાનમંત્રી પસંદ કર્યો છે કે પ્રચારમંત્રી:પીએમ વિરુદ્ધ ટિપ્પણી કરતા યુપી ભાજપ નેતા આઈપી સિંહની હકાલપટ્ટી

પાર્ટીએ છ વર્ષ માટે બહાર કાઢી નાખવા પર આઈ પી સિંહે કહ્યું તે પાર્ટી જેને મેં મારા જીવનના ત્રણ દશક આપ્યા

નવી દિલ્હી ;ભાજપે યુપીના નેતા આઈપી સિંહની 6 વર્ષ માટે પાર્ટીથી હકાલપટ્ટી કરી છે તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે બહાર કાઢવામાં આવ્યા છે. ભાજપા નેતા આઈપી સિંહએ ભાજપના ઉપલા નેતૃત્વને ગુજરાતી ઠગ ગણાવ્યા છે. તેની સાથે તેમને પીએમ મોદી પર પ્રહાર કરતા પૂછ્યું હતું કે ભાજપે પ્રધાનમંત્રી પસંદ કર્યો છે કે પ્રચારમંત્રી. તેના પર ભાજપે જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશના પ્રદેશ અધ્યક્ષના નિર્દેશ પર આઈપી સિંહને 6 વર્ષ માટે પાર્ટીથી નિલંબિત કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આઈપી સિંહ લાંબા સમયથી ભાજપ વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે.સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને સપા ઘ્વારા આઝમગઢથી ઉમેદવાર જાહેર કર્યા પછી પોતાના ઘરમાં કાર્યાલય ખોલવાનું આમંત્રણ આપ્યું હતું.

  પાર્ટીથી બહાર કર્યા પછી આઈપી સિંહ ઘ્વારા ટવિટ કરવામાં આવ્યું કે હાલમાં મીડિયા મિત્રો ઘ્વારા જાણકારી મળી છે કે ભારતીય જનતા પાર્ટીએ મને 6 વર્ષ માટે પાર્ટીથી બહાર કાઢી મુક્યો છે. તે પાર્ટી જેને મેં મારા જીવનના ત્રણ દશક આપ્યા, એક જમીની કાર્યકર્તા અનુસાર લોકોના હિત માટે રાજનીતિ કરી, તૂટી રહેલા આંતરિક લોકતંત્રમાં હવે સાચું બોલવું અપરાધ બની ચૂક્યું છે.

(2:04 pm IST)