Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

રાહુલના વચનથી મોંઘવારીનો રાક્ષસ ધુણવા લાગશે

મોંઘવારી દોઢથી બે ટકા વધી શકે છેઃ રાહુલની યોજના અર્થતંત્રને ભોય ભેગું કરશેઃ નીતિ આયોગ

નવી દિલ્હી તા.૨૬: ગરીબોને વાર્ષિક ૭૨૦૦૦ રૂપિયા આપવાની ચૂંટણી જાહેરાતનો જો ખરેખર અમલ થશે તો તેનાથી દેશના અર્થકારણની ગાડી પાટા પરથી ઉતરી પડશે. નિષ્ણાંતોનું માનવું છે કે તેનાથી દેશના મુડી ભંડારને તો અસરથશે જ, ઉપરાંત મોંઘવારી પણ બેકાબુ થશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ''ન્યાય'' યોજનાના વર્તુળમાં પાંચ કરોડ પરિવારો આવશે અને તેના પર વાર્ષિક ૩.૬૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. નિષ્ણાંતોનું માનવું છે કે તેનાથી સરકારની રાજકોષિય ખાદ્ય પ ટકાથી વધારે ઉપર પહોંચી જશે. મોંઘવારીના દરમાં પણ દોઢથી બે ટકાનો વધારો થશે.ચાલુ નાણાકિય વર્ષમાં કેન્દ્ર સરકારનું બજેટ  ૨૭,૮૪,૨૦૦ કરોડનું છે. આ વચગાળાનું બજેટ છે. નવી સરકાર હાલની યોજનાઓ અને કાર્યક્રમોના બજેટમાં કાપ મુકયા વગર ''ન્યાય'' યોજના માટે બજેટ ફાળવે તો બજેટનો આકાર વધીને ૩૧.૪૪ લાખ કરોડ થઇ જશે. સાથે જ રાજકોષિય ખાધ પણ ૭ લાખ કરોડથી વધીને લગભગ સાડા દસ લાખ કરોડથી વધારે થઇ જશે.એક સિનિયર અર્થશાસ્ત્રી રાધિકા પાંડેએ કહ્યું કે ભારતીય રીઝર્વ બેંકના રિપોર્ટ અનુસાર રાજકોષિય ખાધમાં એક ટકાની વુદ્ધિથી મુદ્રાસ્ફિતીમાં ૦.પ ટકાનો વધારો થાય છે. આમ આનાથી ૧.પ ટકાનો વધારો મોંઘવારીમાં થઇ શકે છે. રિઝર્વ બેન્કે મોંઘવારીને ૪ ટકા રાખવાનું લક્ષ્ય રાખ્યું છે. એટલે મોંઘવારીને કાબુમાં રાખવા રિઝર્વ બેંકે વ્યાજદરમાં વધારો કરવો પડે જેની અવળી અસર વિકાસદર પર થશે. પુયીએના કાર્યકાળમાં રાજકોષિય ખાધ પાંચ ટકાથી વધારે હતી. તે વખતે છુટક મોંઘવારીનો દર પણ દસ ટકાથી વધારે હતો.

(11:45 am IST)