Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

આજે તમારી આંખોમાં આ અર્થહીન અને ગરીબીનાં કારણે હું ફાલતું બની ગયો ?;ભાજપે ટિકિટ નહીં આપતા વ્યથિત

પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા સંતોષરાયે ફેસબુકમાં વ્યથા ઠાલવી નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યો

કોલકતા :પશ્ચિમ બંગાળની 42 લોકસભાની બેઠકોમાંથી 28 બેઠકોમાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે  આ યાદીમાં પરેશ ચંદ્ર દાસે સંતોષ રાયની ટિકિટ મેળવી છે સંતોષ રાયને 2014માં વર્ધમાન લોકસભાના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા.

   પોતાને ટિકિટ નહિ મળતા નારાજ ભાજપના નેતા સંતોષ રાયે ફેસબુક પોસ્ટ દ્વારા પોતાની જ પાર્ટી અને નેતાઓને ચેતવણી આપી છે. ફેસબુક પોસ્ટ દ્વારા સંતોષ રાયે માત્ર પક્ષના ઉચ્ચ કમાન્ડને જ નહીં, રાજ્યના પ્રમુખ દિલીપ ઘોષ, મુકુલ રોય અને ઇનચાર્જ કેલાશ વિજયવર્ગીયાને પણ પ્રશ્નો પૂછ્યા છે.

  આ પોસ્ટમાં તેમણે બનેલી હકીકત પર નાખુશ થઈને દુખ વ્યક્ત કર્યું કે તેઓ નાણાકીય રીતે નબળા છે. તેમણે કહ્યું કે છેલ્લાં 5 વર્ષથી હું પાર્ટીમાં છું અને મોદીજીની દરેક સૂચનાઓનુ પાલન કરવા માટે હું મારા પૈસા ખર્ચું છું. અને સાથે સાથે પક્ષ માટે કામ કરી રહ્યો છું. આજે તમારી આંખોમાં આ અર્થહીન અને ગરીબીનાં કારણે હું ફાલતું બની ગયો છું?

(10:55 am IST)