Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સોશ્યલ મીડિયામાં 3ડી વિડીયો વાયરલ :વડાપ્રધાન ખુદ કરાવે છે યોગાભ્યાસ

મન કી બાત ''માં યુવાનોને ''ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં સામેલ થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આગ્રહ

નવી દિલ્હી :આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'મન કી બાત'માં યુવાનોને 'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ'માં શામેલ થવાનો આગ્રહ કર્યો હતો.વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમ પુરો થયા બાદ સોશિયલ મીડિયા પર એક 3ડી વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં વડાપ્રધાન જાતે યોગાભ્યાસ કરતા દેખાય છે.

   આ વીડિયોમાં ભૂરી ટી-શર્ટ પહેરીને પીએમ મોદી ત્રિકોણાસન કરતા દેખાય છે. આ નામ સંસ્કૃતના ત્રિકોણ શબ્દમાંથી આવ્યો છે.

   પીએમ મોદીએ મનકી બાત કાર્યક્રમમાં દેશભરના યુવાનોને યોગને લોકપ્રિય બનાવવા માટે રસપ્રદ રીતોનો ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું છે કે 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવામાં આવે છે. શું આપણે યોગ પ્રતિ લોકોનો રસ વધારવા માટે કામ કરી શકીએ છીએ.

   અત્રે ઉલ્લેખનીય છે કે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ આજે 42મી વાર 'મનની વાત' કરી હતી.મોદીએ દેશને રામનવમીની શુભેચ્છાઓ પાઠવી.સાથે જ તેમણે ફ્રાન્સ રાષ્ટ્રપતિ મૈક્રોંના ભારત મુલાકાત અને ખેડૂતો માટે ખેતી અને જળ સંગ્રહ જેવા મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી.

(12:00 am IST)