Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ હિમા દાસ આસામ પોલીસમાં ડીએસપી પદે નિયુક્ત

મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે હિમા દાસને નિમણૂકનો પત્ર આપવાની ઔપચારિકતા નિભાવી

ગૌહાતી :એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ હિમા દાસને આસામ પોલીસમાં પોલીસ નાયબ અધિક્ષક એટલે કે DSPના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યની 'ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી' હેઠળ તેની નિમણૂક કરવામાં આવી છે. આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે  ભારતીય રમતવીર હિમા દાસને નિમણૂકનો પત્ર આપવાની ઔપચારિકતા નિભાવી હતી.


રાજ્યની 'ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી' હેઠળ હિમા દાસની ડીએસપી પદ પર નિમણૂક કરવામાં આવી છે. આજે તેમને સરુઝાઇ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આસામ પોલીસમાં નવા ભરતી થયેલા 597 સબ ઈન્સ્પેક્ટરને નિમણૂક પત્રો પણ આપ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવનિયુક્ત સબ ઇન્સ્પેક્ટર અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી. મહત્વનું છે કે યુવાઓને રમત-ગમતને કારકિર્દી તરીકે અપનાવવા પ્રોત્સાહિત કરવા, રાજ્ય સરકારે એકીકૃત રમત નીતિ લાગુ કરી હતી. મુખ્ય પ્રધાન સોનોવાલે કહ્યું કે, "રાજ્ય સરકારે દોડવીર હિમા દાસને આસામ પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કર્યા છે કારણ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમની સિદ્ધિઓથી તેમણે રાજ્યને ગૌરવ અપાવ્યું છે."
હિમા દાસે કહ્યું, "હું શાળાના દિવસથી જ પોલીસ અધિકારી બનવા માંગતી હતી. મારી માતાનું પણ આ જ સ્વપ્ન હતું. તે હંમેશાં મને દુર્ગાપૂજા દરમિયાન આશીર્વાદ આપતા હતા. માતા ઇચ્છતા હતા કે હું આસામ પોલીસમાં સેવા આપું. દરેક આ રમતના લીધે મળી રહી છે. હિમા દાસે વધુમાં કહ્યું, "આસામ પોલીસ માટે કામ કરતી વખતે પણ હું મારી કારકીર્દિ ચાલુ રાખીશ. સાથે સાથે હું આસામને હરિયાણા જેવી રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરીશ.

(9:52 pm IST)
  • ભારતના વધુ ઍક બોલર વિનયકુમારે પણ ક્રિકેટને કર્યુ અલવિદા : તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધાનું સોશ્યલ મીડિયા પર કરી જાહેરાત : ૨૦૧૦માં ભારત માટે ડેબ્યુ કરનાર ફાસ્ટ બોલર વિનયકુમારે તેઓની કારકિર્દીમાં ૩૧ વન-ડેમાં ૩૮ વિકેટ અને ૯ ટી-૨૦માં ૧૦ વિકેટ લીધી હતી : તેઓ ઍક પણ ટેસ્ટ મેચ રમ્યા નથી તે પહેલા જ તેમને ક્રિકેટને અલવિદા કરી દીધુ access_time 6:06 pm IST

  • ગુજરાતમાં સવારથી આવકવેરાનું મોટું ઓપરેશન ચાલુ : ગુજરાતમાં આવકવેરાના મોટાપાયે દરોડા ચાલુ હોવાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે. દરમિયાન મોરબીથી મળતા અહેવાલો મુજબ મોરબીની મોટા ગજાની ૨ સીરામીક ઇન્ડસ્ટ્રીઝ ઉપર અમદાવાદ અને રાજકોટથી આવેલા મનાતા આવકવેરાના અધિકારીઓએ ધોસ બોલાવ્યાનુ જાણવા મળે છે. access_time 3:55 pm IST

  • આંદામાન સાગરમાં ભટકતી બોટની શોધ : રોહીંગ્યા શરણાર્થીઓની ગૂમ થયેલી બોટને શોધવામાં ભારતીય તટરક્ષક દળ મદદ કરી રહયું છે. આ નૌકા ૧પ દિ' પહેલા બાંગ્લાદેશથી રવાના થયા પછી ખરાબ થઇ ગયેલ. આ નૌકામાં ૯૦ લોકો છે. જેમની હાલત ખરાબ છે અને તે પૈકી ૮ના મોત થયાની આશંકા છે. જો કે આ નૌકા કયાં છે તે જાણવા મળતુ નથી. આ બોટમાં સવાર રપ વર્ષીય યુવાનની માતા નસીમા ખાતુન કહે છેકે પોતાનો પુત્ર ૪ લીટર પાણી માત્ર સાથે લઇને ગયો છે અને આ લોકો ભુખથી તડપી રહયા છે અને માર્ગ ભુલી ગયા છે. access_time 12:52 pm IST