Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

જગતના તાતને મોંઘવારીનો વધુ એક માર પડ્યો : હવે રાસાયણિક ખાતરના ભાવમાં જબરો વધારો

DPA ખાતરમાં 300નો NPK ખાતરમાં 225નો અને ASP ખાતરના ભાવમાં 175 નો વધારો : હવે DPA ખાતરના 1200ને બદલે ખેડૂતોએ 1500 રૂપિયા ચુકવવા પડશે

નવી દિલ્હી : ખેડૂતોની મુશ્કેલી ઓછી થવાને બદલે દિવસેને દિવસે વધી રહી છે. જગતના તાતને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પહેલી માર્ચથી ખેડૂતોને રાસાયણિક ખાતરમાં નવો ભાવ ચુકવવો પડશે. DPA ખાતરમાં રૂપિયા 300નો વધારો થયો છે. રૂપિયા 1200ને બદલે ખેડૂતોએ હવે 1500 રૂપિયા ચુકવવાના રહેશે. તો NPK ખાતરમાં ખેડૂતોને રૂપિયા 225 વધુ ચુકવવાના રહેશે. NPK ખાતરનો ભાવ અત્યાર સુધી રૂપિયા 1175 હતો. જોકે ખેડૂતોને હવે 1400 રૂપિયા ચુકવવાના રહેશે. જ્યારે ASP ખાતરના ભાવમાં 175 રૂપિયાનો વધારો થતા ખેડૂતોને હવે ASP ખાતરના 1150 રૂપિયા ચુકવવાના રહેશે. આમ ઉનાળાની શરૂઆત પહેલા જ ખાતરના ભાવમાં તોતિંગ ભાવ વધારો થતા ધરતીપુત્રોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.

(7:57 pm IST)
  • કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબરી : કોરોના કાળમાં સરકારે મોંઘવારી ભથ્થું કાપ્યું હતું ત્યારે હવે જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધીમાં ડીએમાં વધારો થવાની શકયતા છે :આગામી દિવસોમાં જ નવા વધારા સાથે પગાર મળશે access_time 1:26 am IST

  • અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીના નામ પર રાખવાનો નિર્ણય યોગ્ય : બાબા રામદેવે પીએમ મોદીને યુગ પુરુષ ગણાવતા કહ્યું કે મહાન વ્યક્તિઓના નામ પર ભાવનો અને સ્મારકોણ નામ રાખ્યા છે : ત્યારે હાલના મહાન વ્યક્તિત્વ મોદી અને તેમના નામ પરથી સ્ટેડિયમનું બામ રાખવું એમાં કઈ ખોટું નથી access_time 12:58 am IST

  • સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પગાર નહી લેઃ લોકહિતમાં મહત્વની જાહેરાત access_time 4:24 pm IST