Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

મુકેશ અંબાણીને ધમકી દેનાર ધમકીબાજે કોઇ વસ્તુ છુપાવવા પ્રયત્ન નથી કર્યોઃ ગાડીના નંબર પ્લેટ બનાવટી-બેગ નીતા અંબાણીના આઇપીઍલની મુંબઇ ઇન્ડિયન્સ ટીમની-૨૦ જીલેટીન સ્ટીક્સ નાગપુરની કંપનીના

મુંબઇઃ ભારતના અને વિશ્વના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી મળતા સર્વત્ર ચકચાર જાગી છે. ધમકી આપનારાએ આને તો ટ્રેલર ગણાવી આખા અંબાણી પરિવારને ફૂંકી મારવાની વાત કરી છે. ત્યારે આ પ્રકરણમાં વપરાયેચોરીની કાર, મુંબઇ ઇન્ડિયન્સની બેગ, નાગપુરની જિલેટિન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સ્ટાફના કાફલા ધમકીબાજ શું કહેવા માગે છે? તેની યોજના શું હતી અને તે શું કરવા માગે છે? તેની લોકચર્ચા થઇ રહી છે.

મુંબઇના પૌશ ગણાતા પેડર રોડ પર ગુરુવારે રાત્રે એક બિનવારસી સ્કોર્પિયો શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ અને સમગ્ર સરકારી તંત્ર ચોંકી ઊઠ્યું હતું. કારણ કે આ SUV દેશની સૌથી મુલ્યવાન હસ્તી મુકેશ અંબાણીના વૈભવી નિવાસ એન્ટિલિયાથી માત્ર થોડા મીટરને અંતરે પડેલી હતી.

તંત્રની ઊંઘ હરામ થઇ રહી છે

એટલું જ નહીં તપાસ કરતા તેમાંથી વિસ્ફોટમાં વપરાતી જિલેટિન સ્ટિક્સ, ગાડીની બનાવટી નંબર પ્લેટ્સ સાથે એક ધમકીભર્યો પત્ર પણ મળ્યો. જેના કારણે તંત્રની ઊંઘ હરામ થઇ રહી હતી. એવામાં ચિઠ્ઠીનું લખાણ વાંચતા જ પોલીસ સફાળી જાગી ગઇ છે.

મીડિયા રિપોર્ટ મુંબ ચિઠ્ઠીમાં લખેલું છે કે, “મુકેશ ભાઇ અને નીતા ભાભી આ તો માત્ર ટ્રેલર છે. બધી વ્યવસ્થા થઇ ગઇ છે. પરિવારને ઉડાવવાની વ્યવસ્થા થઇ ગઇ છે. સંભાળીને રહેજો. ગુડનાઇટ…”

અલબત્ત આ પત્ર અંગે પોલીસ અત્યારે કંઇ પણ જણાવવા માગતી નથી. પરંતુ આ સવાલો એ થાય છે કે  - પેડર રોડ પર આમ પણ સુરક્ષા વ્યવસ્થા હોય છે. એન્ટિલિયાની સામે લોકોને વધુ સમય ઊભા રહેવા પણ દેવામાં આવતા નથી. - ગુરુવારની રાત્રે એક વાગે એક શખસ આવે છે, સ્કોર્પિયો પાર્ક કરે છે અને બીજી ઇનોવા કારમાં બેસી ત્યાંથી જતો રહે છે. આ વિસ્તારમાં કાર પાર્કિંગ ગેરકાયદેસર છે. છતાં કોઇ તસ્દી લેવાઇ નહીં. - સૌથી મહત્વની વાત તો એ છે કે હવે સીસીટીવ ફૂટેજમાં જોવાયું કે મુકેશ ભાઇ અને તેમના પરિવારની એક મહિનાથી રેકી થઇ રહી હતી અને એન્ટિલયાના દરેક સભ્ય પર નજર રખાઇ રહી હતી. -તો શું આસપાસના સીસીટીવી એક મહિનાથી ચેક જ કરાયા નહી?

IPL મુંબઇ ઇન્ડિયન્સની બેગ

વધુમાં ધમકી આપનારા શખસે જે સ્કોર્પિયો મૂકી, ચોરીની હોવાનું જણાયું. ગાડીમાં 20 નંબરની પ્લેટ છે, તે નંબરપ્લેટ પણ બનાવટી છે. જે બેગમાં મટીરિયલ્સ મળ્યા. તે બેગ નીતા અંબાણીના સ્વામિત્વવાળી IPLની મુંબઇ ઇન્ડિયન્સની ટીમની છે. ઉપરાંત મળેલી 20 જિલેટિન સ્ટિકસ નાગપુરની કંપનીની છે. ગાડીમાં બીજી નંબર પ્લેટસ મળી તે બધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સ્ટાફની ગાડીઓ સાથે મેચ ખાય છે.

અહીં ખાસ નોંંધવા જેવી છે કે ધમકીબાજે કોઇ વસ્તુ છુપાવવાનો પ્રયત્ન કર્યો નથી ઉલટાનું દરેક વસ્તુ ઉજાગર કરવાની તેણે કોશીશ કરી છે. તેથી જિલેટિન સ્ટીકર પર નાગપુરની કંપનીના સ્ટીકર રહેવા દીધા. મુંબઇ ઇન્ડિયન ટીમની બેગ વાપરી. આ બધુ તેણે શા માટે કર્યું?

આ બધુ જોતા પોલીસને યુનિયોજીત કાવતરાની ગંધ આવી રહી છે. તેથી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. જેણે 10 ટીમો બનાવી સઘન તપાસ શરુ કરી છે. તેની સાથે મુંબઇમાં એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે.

આ કાર પહેલાં 12.30 કલાકે હાજીઅલી જંકશન પર ઉભી હતી

CCTV ફૂટેજમાંથી એવું પણ બહાર આવ્યું છે કે એન્ટિલિયાની બહાર કાર 24 ફેબ્રુઆરીની રાતે લગભગ એક વાગ્યે પાર્ક કરાઈ હતી. આ પહેલાં આ કાર 12.30 વાગ્યે રાતે હાજી અલી જંક્શન પહોંચી હતી અને અહીં લગભગ 10 મિનિટ સુધી ઊભી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિસ્ફોટક રાખનારે એક મહિના સુધી એન્ટિલિયાની રેકી કરી હતી. આટલું જ નહીં, આ લોકોએ ઘણી વખત મુકેશ અંબાણીના કાફલાનો પીછો પણ કર્યો. CCTV ફૂટેજમાં કારમાં બેસેલી એક વ્યક્તિ પણ જોવા મળી છે.

IPCની અનેક કલમો હેઠળ પોલીસ કેસ નોંધાયો

શંકાસ્પદ ગાડીના મામલામાં મુંબઈ ગામદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લેવાયો છે. આ મામલામાં 286, 465, 473, 506(2),120(B) IPC and u/s 4 of Explosive Substances Act 1908 હેઠળ કેસ નોંધી લેવાયો છે. કાર મળવાના મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ સાથે સાથે એન્ટી ટેરરિઝ્મ સ્ક્વોડ પણ કરી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ગાડી ક્યાંથી ક્યાં આવી અને કેવી રીતે ઊભી કરવામાં આવી એની માહિતી મળી શકે. જિલેટિન મળવાનો મામલો ગંભીર છે, આ જ કારણે આતંકી એન્ગલની પણ શોધ કરવામાં આવી રહી છે.

સમગ્ર શહેરમાં એલર્ટ જાહેર ગાડીઓનું સઘન ચેકિંગ

ગુરુવારે એન્ટિલિયાની બહાર જ્યારે આ કાર મળવાની માહિતી મળી, તો ત્યાં સુરક્ષા વધારી દેવાઈ છે. એન્ટિલિયાની બહાર ડોગ-સ્ક્વોડ, બોમ્બ-સ્ક્વોડ હાજર રહી હતી. આ ઉપરાંત શુક્રવારે પણ એન્ટિલિયાની બહાર કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે, અહીં આસપાસથી નીકળતાં વાહનો પર પણ નજર રાખવામાં આવી રહી છે

જિલેટિનનું નાગપુર કનેક્શન

પોલીસ સૂત્રોનું કહેવું છે કે આરોપી ઈચ્છતો હતો કે તે તમામની નજરમાં આવે. એ રીતે તેણે પ્લાનિંગ કર્યુ છે. જે કંપનીનું જિલેટિન આ ગાડીમાં હતુ. તે નાગપુરની કંપની છે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે અહીં આવી આ મામલાની તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાંચની 10 ટીમ તપાસમાં જોડાઈ છે. આ મામલામાં અત્યાર સુધી 5 શંકાસ્પદો પર નજર રખાઈ રહી છે. સાથે આસપાસના સીસીટીવી તપાસાઈ રહ્યા છે.

અંબાણી પરિવારની CRPF સુરક્ષાનો રિવ્યૂ કરાશે

શંકાસ્પદ કાર મળતા અહીં સુરક્ષા વધારી દેવાઈ છે. આ ઉપરાંત મુકેશ અંબાણી પાસે જે CRPFની સુરક્ષા છે તે તેનો રિવ્યૂ કરશે. CRPF દ્વારા અંબાણીના ક્લોઝ પ્રોટેક્શનમાં લાગેલા જવાનોની સંખ્યાને વધારી દેવામાં આવી છે.

આતંકી એંગલની પણ તપાસ

મુંબઈ પોલીસની રિપોર્ટના આધાર પર આગળની સુરક્ષાને વધારે મજબૂત કરવામાં આવી છે. આ મામલે કેસ દાખલ કરી દેવાયો છે. મુંબઈ પોલીસની સાથે સાથે એટીએસની ટીમ, ડોગ સ્ક્વોર્ડ અને એન્ટી બોમ્બ સ્ક્વોર્ડ પણ તપાસ કરી રહી છે. સાથે આતંકી એંગલ પર પણ તપાસ થઈ રહી છે.

(5:26 pm IST)
  • ધોરણ ૬ થી ૧રના વિદ્યાર્થીઓને વિનામુલ્યે પાઠયપુસ્તકો અપાશેઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રીની જાહેરાત access_time 4:24 pm IST

  • અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીના નામ પર રાખવાનો નિર્ણય યોગ્ય : બાબા રામદેવે પીએમ મોદીને યુગ પુરુષ ગણાવતા કહ્યું કે મહાન વ્યક્તિઓના નામ પર ભાવનો અને સ્મારકોણ નામ રાખ્યા છે : ત્યારે હાલના મહાન વ્યક્તિત્વ મોદી અને તેમના નામ પરથી સ્ટેડિયમનું બામ રાખવું એમાં કઈ ખોટું નથી access_time 12:58 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,79,094 થઇ :એક્ટિવ કેસ 1,56,413 થયા: વધુ 12,361 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,61,139 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,970 થયા access_time 1:03 am IST