Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

કોલકતાંમાં આઈપીએલની મેચના આઈસીસીના પ્રસ્તાવને બીસીસીસાઈ દ્વારા ફગાવાયો

કોલકાતામાં આઈસીસીની વાર્ષિક બેઠક યોજનાર હોય તેના સભ્યો મેચ નિહાળે તેવી ઈચ્છાથી શિડ્યુલમાં ફેરફાર કરવા આગ્રહ રાખ્યો હતો

 

કોલકતાંમાં આઈપીએલની મેચના આઈસીસીના પ્રસ્તાવને બીસીસીસાઈ દ્વારા ફગાવાયો છે કોલકાતામાં 22થી 26 એપ્રિલ વચ્ચે યોજાનારા ICCની વાર્ષિક બેઠક દરમિયાન કોલકાતામાં આઇપીએલ મેચ યોજવાના આઈસીસીના આગ્રહને ઠુકરાવી દીધો છે. ઘણા લાંબા સમય બાદ કોલકાતામાં આઇસીસીની બેઠક યોજાનાર છે. બેઠક IPL દરમિયાન યોજાનાર હોવાથી ICCની ઇચ્છા હતી કે, તેના સભ્યો કોલકાતા નાઇટ રાઇડર્સની એક મેચ અહીં જોઈ શકે. જોકે, IPLનો કાર્યક્રમ બદલવામાં આવે તો તેની અસર બીજી મેચોના સંપૂર્ણ કાર્યક્રમ પર પડી શકે તેમ હતો.

   આથી એક મેચ માટે કાર્યક્રમ બદલવાનો ઇનકાર કર્યો હતો. દરમિયાન પીસીબી ચેરમેન નજમ સેઠીની બેઠકમાં ઉપસ્થિતિને લઈ અનિશ્ચિતતા બની છે. બેઠક કોલકાતામાં છે ત્યારે ભારત અને પાકિસ્તાનના વર્તમાન સંબંધોને જોતાં નજમ સેઠીને ભારતીય વિઝા પણ મળે.

જો સેઠીને વિઝા મળે તો સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપ દરમિયાન પાકિસ્તાન ટીમને વિઝા આપવાનો એક પ્રકારનો સંકેત હોઈ શકે છે

(1:03 am IST)