Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરવા તજવીજ: છ દેશોમાં એલઆર જારી કરવા અદાલતનો આદેશ

ઈડી હવે હોંગકોંગ, અમેરિકા, બ્રિટન, યૂએઈ, દક્ષિણ આફ્રિકા અને સિંગાપુરને એલઆર મોકલશે

 

મુંબઈ :પંજાબ નેશનલ બેન્કના કૌભાંડ મામલે ઇડીએ નીરવ મોદી ફરતે ગાળિયો કસ્યો છે ઇડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એલઆર મેળવવા કોર્ટમાં અરજી કરતા મુંબઈની એક ખાસ અદાલતે ઇડીને દેશોમાં લેટર ઓફ રોગેટરી (એલઆર) જારી કરવાનો આદેશ આપ્યો છે.

 

   અત્રે ઉલ્લેખનીય છે કે એલઆર એક દેશની અદાલત દ્વારા બીજા દેશની અદાલતને મોકલવામાં આવે છે, જેના અંતર્ગત આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનો આગ્રહ કરવામાં આવે છે. જાહેર વકીલ હિતેન વેનેગાંવકરની દલીલ સાંભળ્યા બાદ જજ એમએસ આજમીએ  આદેશ જાહેર કર્યો છે.

    પહેલા ઈડીએ મનીલોન્ડ્રીંગ પ્રિવેન્સન એક્ટ અંતર્ગત વિશેષ અદાલતમાં અર્જી દાખલ કરીને LR મેળવવા અનુરોધ કર્યો હતો. તપાસ એજન્સીએ કોર્ટ સમક્ષ દલીલ આપી કે એલઆર જાહેર થયા બાદ વિદેશોમાં સ્થિત આરોપીની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકશે. કોર્ટનો આદેશ મળ્યા બાદ ઈડી હવે હોંગકોંગ, અમેરિકા, બ્રિટન, યૂએઈ, દક્ષિણ આફ્રિકા અને સિંગાપુરને એલઆર મોકલશે
  નીરવ મોદીના નકલી લેટર ઓફ અંડરટેકિંગ દ્વારા પંજાબ નેશનલ બેન્કને 11,400 કરોડ રૂપિયાનું નુકશાન કર્યું છે. મામલામાં નીરવ મોદીના મામા અને ગીતાંજલિ જ્વેલર્સના પ્રમોટર્સ મેહુલ ચોકસી પણ આરોપી છે. બંને દેશ છોડીને વિદેશમાં ભાગી ચૂક્યા છે.

   ઈડીએ કોર્ટને જણાવ્યું કે નીરવ મોદીએ ડાયમંડ આર યૂએસ, સોલર એક્સપોર્સ, સ્ટીલર ડાયમંડ અને ફાયરસ્ટાર ડાયમંડ જેવી કંપનીઓ સ્થાપી છે. કંપનીઓ દ્વારા જુદાજુદા દેશોમાં હીરાનો વેપાર કરે છે. બીજી તરફ એજન્સીએ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સાથે જોડાયેલા 10 એક્ઝિક્યૂટિવ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.

 PNBમાં સાત વર્ષ પહેલાથી નકલી દસ્તાવેજના આધારે એલઓયૂ અપાઈ રહ્યા હતા. કૌભાંડમાં PNBના પૂર્વ કર્મચારી ઉપરાંત અન્ય આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે. ઉપરાંત નીરવ અને મેહુલના ઘણા સ્થળો અને સ્ટોર પર દરોડા પાડીને હજારો કરોડની સંપત્તિ જપ્ત કરાઈ ચૂકી છે.

(12:23 am IST)