Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

શ્રીદેવીના પાર્થિવદેહને ભારત લાવવામાં હજુ વિલંબ :સરકારી વકીલની મંજૂરીની જોવાતી રાહ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટને પબ્લિક પ્રોસિક્યૂશન હવાલે કરાયા :તેમની મંજૂરી વિના શબ પરિવારજનોને સોંપી શકાય નહીં

મુંબઈ :બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું દુબઈમાં શનિવારે રાત્રે નિધન થયાને બે દિવસ વીતવા છતાં તેનો પાર્થિવદેહ ભારત આવ્યો નથી અને તેણીના પાર્થિવ દેહને દુબઈથી ભારત લાવવામાં હજુ મોડું થઈ શકે છે.તેવા અહેવાલ મળે છે  શ્રીદેવીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ આવી ચુક્યો છે પણ સ્થાનિક કાયદાને કારણે અડચણ નડી રહી છે. દુબઈ પોલીસે હવે મામલો દુબઈ પબ્લિક પ્રોસિક્યૂશનના હવાલે કરી દીધો છે. હવે શ્રીદેવીના પાર્થિવ દેહને તેમના પરિવારજનોના હવાલે કરવા માટે સરકારી વકીલની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.

 

  દુબઈ પોલીસે ભારતીય અધિકારીઓને જણાવ્યું કે,પબ્લિક પ્રોસિક્યૂટરની મંજૂરી વિના શબને નહીં સોંપી શકાય. દુબઈ પોલીસ મામલે પહેલા ક્લિયરન્સ આપી ચૂકી છે. દુબઈના નિયમો મુજબ એક્સિડેન્ટલ ડેથના આવા મામલામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટને પબ્લિક પ્રોસિક્યૂશનના હવાલે કરવામાં આવે છે.જો મોતમાં કોઈ પ્રકારની શંકા કે ષડયંત્રની આશંકા ઊભી થાય છે તો વધુ તપાસના આદેશ પણ આપવામાં આવી શકે છે. બધુ સામાન્ય રહેવા પર સરકારી વકીલ ડેડ બોડીને પરિજનોને સોંપવાનો આદેશ આપી શકે છે
   શ્રીદેવીના પોસ્ટમોર્ટમ કે ફોરેન્સિક રિપોર્ટમાં કોઈ પ્રકારની શંકા કે ષડયંત્રની વાત હજુ સુધી સામે આવી નથી બીજી તરફ, ભારતીય રાજદૂત નવદીપ સૂરીએ જણાવ્યું કે, ભારતીય એમ્બેસી મામલે દુબઈની લોકલ ઓથોરિટીના સંપર્કમાં છે અને શ્રીદેવીના પાર્થિવદેહને બને તેટલો જલદી ભારત મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

    શ્રીદેવીના ફોરેન્સિક રિપોર્ટને પોલીસે રીલિઝ કરી દીધો છે, જેમાં તેમનું મોત બાથટબમાં અકસ્માતે ડૂબવાને કારણે થયું હોવાનું જણાવાયું છે. શ્રીદેવીના બ્લડમાં આલ્કોહોલનું પ્રમાણ મળ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. સાથે એવી અટકળો પણ વ્યક્ત કરાઈ રહી છે કે, શ્રીદેવી હાર્ટ અટેક આવવાને કારણે બાથટબમાં ડૂબવાથી તેમનું મોત થયું હોઈ શકે છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વ. શ્રીદેવીનો મૃતદેહ દુબઈથી રવાના થવામાં રાતના નવ વાગી શકે છે. દુબઈથી મુંબઈ આવવામાં ત્રણેક કલાકનો સમય થાય છે. તેવામાં મધરાતે તેમનું પાર્થિવ શરીર મુંબઈ આવી શકે છે. આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી ચાહકો તેમના અંતિમ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે, અને મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

    દુબઈના અખબાર ગલ્ફ ન્યૂઝે દાવો કર્યો છે કે, દારુના નશામાં શ્રીદેવીએ પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું, અને તેના કારણે બાથટબમાં ડૂબી જવાથી તેમનું મોત થયું છે. જોકે, અહેવાલને કોઈ સત્તાવાર સમર્થન પ્રાપ્ત નથી થયું. તેમના ડેથ સર્ટિમાં અકસ્માતે ડૂબવાથી તેમનું મોત થયું હોવાનું જણાવાયું છે. ડેથ સર્ટિમાં હાર્ટ અટેકનો કોઈ ઉલ્લેખ નથી.

   ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ  શ્રીદેવીના મૃતદેહને ભારત મોકલવાની તમામ તૈયારી પૂરી થઈ ગઈ છે. દુબઈથી ગમે તે ઘડીએ તેમના મૃતદેહને લઈને વિમાન ભારત આવવા રવાના થઈ શકે છે.

  શ્રીદેવીનું મોત હાર્ટ અટેકને કારણે થયું હોવાનું તેમના પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે તેવા અગાઉ અહેવાલ આવ્યા હતા. તેમનો પીએમ રિપોર્ટ અગાઉ ગુપ્ત રાખવામાં આવ્યો હતો. જોકે થોડીવારમાં એવા રિપોર્ટ આવ્યા હતા કે, પીએમ રિપોર્ટમાં તેમના મોતનું કારણ હાર્ટ અટેક જણાવાયું છે. દાવો દુબઈના એક પત્રકારે કર્યો હતો.

   પીએમ રિપોર્ટ આવી જતા સ્વ. શ્રીદેવીના મૃતદેહને ભારત ઝડપથી મોકલવાની કાર્યવાહી કરાઈ રહી છે. એવું પણ જાણવા મળ્યું છે કે, તેમને હોસ્પિટલ પહોંચાડાયા તે પહેલા તેમનું મોત થઈ ગયું હતું. કુદરતી મૃત્યુના સંજોગમાં આમ તો પીએમ કરાવવાની કોઈ જરુર નથી હોતી, પરંતુ દુબઈના કાયદા અનુસાર કોઈપણ વિદેશી નાગરિકનું મોત થાય તો તેનું પીએમ કરાવવું ફરજિયાત છે.

   દુબઈની કાયદાકીય પ્રક્રિયા અનુસાર, શ્રીદેવીના દેહને અલ કાસિસ શબગૃહમાં રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના પર જનરલ ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક એવિડન્સ દ્વારા ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. મૃતદેહને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે, અને પીએમ રિપોર્ટ આવી ગયા બાદ અને પોલીસનું ક્લિયરન્સ મળી ગયા પછી ડેથ સર્ટિ પણ ઈશ્યૂ કરી દેવાયું છે.

  શ્રીદેવીના આકસ્મિક મોતનો ફોરેન્સિક રિપોર્ટ બપોરે બારેક વાગ્યે આવી ચૂક્યો હતો, પરંતુ તેને જાહેર કરવામાં નહોતો આવ્યો. હાલ તેમનું ડેથ સર્ટિફિકેટ ઈશ્યૂ કરવાની અને ઈમીગ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. તેમનો મૃતદેહ સાંજે વાગ્યા સુધીમાં ભારત આવી શકે છે. મુંબઈના પવન હંસ સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કારની તૈયારી શરુ થઈ ગઈ છે.

 

(11:56 pm IST)