Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

યુપીઃ રેલ્વે ટ્રેક ક્રોસ કરતા ૬ના મોત

હાપુડ જિલ્લાની દુર્ઘટનાઃ બેને ઇજા

હાપુડ તા. ૨૬ : ઉત્તર પ્રદેશનાં હાપુડ જિલ્લાનાં પિલખુવામાં રેલ્વે લાઈન ક્રોસ કરતા સમયે પાંચ વ્યકિતઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. પાંચેય વ્યકિતઓ ટ્રેનની નીચે કચડાઈ ગયા હતાં. આ દૂર્ઘટનામાં બે વ્યકિતઓ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. મળેલી માહિતી અનુસાર દિલ્હીથી ફૈઝાબાદ જતી પદ્માવત એકસપ્રેસ પિલખુવામાં રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ થોડાક સમય માટે રોકાઈ હતી.ઙ્ગઙ્ગ

આ દરમિયાન કેટલાક યાત્રીઓ ટ્રેનમાંથી ઉતરીને પાટા ક્રોસ કરીને બીજી તરફ જઈ રહ્યાં હતાં અને તે જ સમયે સામેનાં પાટા પર આવી રહીલી એક એકસપ્રેસ ટ્રેનની ઝપટમાં આવી ગયાં હતાં. જેનાં કારણે પાંચ યાત્રીઓનું તો ઘટના સ્થળે જ મૃત્યું થઈ ગયું હતું. અને બીજા બે યાત્રીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. તે લોકો પણ ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોની ઓળખાણ વિજય, આકાશ, આરિફ, સલીમ અને સમીર તરીકે કરવામાં આવી છે.

(3:58 pm IST)