Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

નિવૃત્ત જિલ્લા જજની હાઈકોર્ટમાં નિમૂણક થઈ શકે છે તેમજ એડિશનલ હાઈકોર્ટ જજની બે વર્ષ કરતા ઓછા સમયગાળા માટે નિમણૂક થઈ શકેઃ સુપ્રીમ કોર્ટ

ન્યાયમૂર્તિ એ.કે.સિક્રી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની બનેલી સુપ્રીમકોર્ટની બેંચે રાજસ્થાન હાઈકોર્ટમાં ન્યાયમૂતિ વિરેન્દ્રકુમાર માથુર અને ન્યાયમૂર્તિ રામચંદ્રસિંહ ઝાલાની એડિશનલ જજ તરીકે કરવામાં આવેલી નિમણૂકને પડકારતી વકીલ સુનિલ સામદરિયા દ્વારા દાખલ કરવામાં આવેલ રીટ પિટિશન પર પોતાનો ચુકાદો શુક્રવારે જાહેર કર્યો હતો.

બેંચે જણાવ્યું હતું કે નિવૃત્ત જિલ્લા જજની આર્ટીકલ ૨૧૭ (૨) (એ) હેઠળ હોાઈકોર્ટમાં નિમણુંક કરી શકાય છે. વધુમાં બેંચે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે હાઈકોર્ટના એડિશનલ જનરલની આર્ટીકલ ૨૨૪ના સંદર્ભમાં બે વર્ષ કરતા ઓછા સમયગાળા માટે નિમણૂક કરી શકાય.

(3:44 pm IST)