Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈ સુરત પહોંચ્યા :એરપોર્ટ પર ભવ્ય સ્વાગત :મોદીનો કાફલો પીપલોદના સ્ટેડિયમ જવા રવાના :રસ્તામાં બંને બાજુ સુરતીઓ ઉમટી પડ્યા

સુરત :વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી નાઈટ મેરેથોનને ફ્લેગ ઓફ આપવા માટે સુરત એરપોર્ટ પહોંચ્યાં હતાં.જ્યાં તેમનું સ્વાગત મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટથી નરેન્દ્રભાઈ મોદીનો કાફલો પીપલોદ સ્થિત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ જવા નીકળ્યો હતો.જ્યાં રસ્તાની બન્ને બાજુ વડાપ્રધાનનું મોટી સંખ્યામાં ઉપસ્થિત સુરતીઓએ અભિવાદન કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

(12:00 am IST)