Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જુહી ચાવલાએ 5G મોબાઇલ ટેકનીકનો કર્યો વિરોધ

5G ટેકનોલોજી માનવ સ્વાસ્થ્ય માટે ખતરો

મુંબઇ તા. ૨૬ : બોલિવૂડ એકટ્રેસ જુહી ચાવલાએ 5G મોબાઈલ ફોન ટેકનીકને લઈને ચિંતા વ્યકત કરી છે. તેનું કહેવું છે કે તેને માનવ સ્વાસ્થ્ય પર રેડિયો ફ્રિકવેન્સી રેડિએશનના ખતરનાક પ્રભાવનો અંદાજો લગાવ્યા વિના લાગૂ ન કરવી જોઈએ. તે જાણવા ઈચ્છે છે કે શું ડિઝિટલ ઈન્ડિયાનું લક્ષ્ય હાંસેલ કરવા માટે 5G લાગૂ કરી રહેલી કેન્દ્ર સરકારે શું નવી ટેકનીકને લઈને જરૂરી શોધ કરી છે. જુહી રેડિએશનને લઈને જાગૃતતા અભિયાન ચલાવી રહી છે.

 

જુહીએ આ સંબંધમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. જેમાં તેણે મોબાઈલ ટાવર એન્ટીના અને વાઈફાઈ હોટસ્પોટથી થનારા ઈએમએફ (ઈલેકટ્રોમેગ્નેટિક) રેડિએશનનું વ્યકિતના સ્વાસ્થ્ય પર પડનારા ખતરનાક પ્રભાવને લઈને સાવધાન કર્યા છે. તેણે કહ્યું કે ઘણા જાણીતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો અને પ્રોફેસરોએ રેડિયો ફ્રિકવેન્સી રેડિએશનના દુષ્પ્રભાવોનો ઉલ્લેખ કર્યો છે. તે 5G લાગૂ કરવાની વિરુદ્ઘમાં છે.

જુહી પર્યાવરણના પ્રત્યે જાગૃતતા માટે સિટિજન્સ ફોટ ટુમોરો યોજના ચલાવી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ડિઝિટલ ઈન્ડિયા લક્ષ્ય હાંસેલ કરવા માટે આંખ બંધ કરીને 5G મોબાઈલ ટેકનિક લાગૂ કરી રહી છે. તે માનવ સ્વાસ્થ્ય પર પડનારા ખતરનાક પ્રભાવને અવગણી કરી છે.

જયારે પર્યાવરણવિદ દેબી ગોએનકાનું કહેવું છે કે સેલ ફોન રેડિએશનને લઈને ખૂબ રિસર્ચ કરાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે માનવીના સ્વાસ્થ્ય પર રેડિએશનનો ખરાબ પ્રભાવ નથી પડતો. જોકે કેટલાક લોકોના રેડિએશનના પ્રભાવિત થવાના ઉદાહરણ પણ મળ્યા છે. ગોએનકાએ કહ્યું કે, રેડિએશનની તીવ્રતા ઓછી કરવાની સૌથી સારી રીત સાવધાની રાખવી છે.(૨૧.૧૦)

(10:23 am IST)