Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

૨૫ સાંસદો-રપ૭ ધારાસભ્યોની સંપત્તિ પ વર્ષમાં પ ગણી વધી

સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં ખુલાસોઃ બાંસગાંવના ભાજપના સાંસદના સંપત્તિમાં પ૬૪૯ ટકાનો વધારોઃ પ વર્ષમાં સોનિયા ગાંધીની સંપત્તિ પ૭૩ ટકા વધીઃ વરૂણ અને સદાનંદ ગોડાનું પણ નામઃ કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્યની સંપત્તિ ૪૪,૩રપ ટકા જેટલી વધી

નવી દિલ્હી તા.ર૬ : છેલ્લા પ વર્ષમાં બીજી વખત ચૂંટાયેલા રપ સાંસદો અને રપ૭ ધારાસભ્યોની સંપત્તિ પ વર્ષના ગાળામાં પાંચ ગણી વધી ગઇ છે. સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલી એક અરજીમાં આ ખુલાસો એવા સમયે થયો છે કે જયારે હાલમાં જ સુપ્રિમ કોર્ટે ચૂંટણી લડતા ઉમેદવારોને પોતાની તથા પોતાના આશ્રિતોની સંપત્તિનો સ્ત્રોતનો ખુલાસો કરવા જણાવ્યુ હતુ.

 

સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલી અરજી અનુસાર બાસ ગાવના ભાજપના સાંસદ કમલેશ પાસવાનની સંપત્તિમાં પ૬૪૯ ટકાનો વધારો થયો છે. તેમની સંપત્તિ ૧૭,૬૮,૦૦૦ હજારથી વધીને ૧૦,૧૬,૪૦,૬રપ રૂ. થઇ છે. કેરળ મુસ્લિમ લીગના સાંસદ ઇટી મોહમદ બસીરની સંપત્તિ ર૦૦૦ ગણી વધી છે. તેમની સંપતિ ૬,૦પ,૮પપ થી વધીને ૧,૩ર,૧૬,રપ૯ રૂ. થઇ ગઇ છે. અરજી અનુસાર ખાસ વાત એ છે કે ર૬ સાંસદોમાંથી ૧પ સાંસદોની સંપત્તિમાં છેલ્લા પ વર્ષથી પાંચ ગણો વધારો થયો છે અને આ સાંસદ ભાજપના છે. આ અરજી બીન સરકારી સંગઠન લોકપ્રહરીએ કરી છે.

કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની સંપત્તિમાં પ૭૩ ટકાનો વધારો થયો છે. તેમની સંપત્તિ ૧,૩૭,૯૪,૭૬૮ થી વધીને ૯,ર૮,૯પ,ર૮૮ થઇ છે. કેરળના માવેલીકારાના સાંસદ સુરેશની સંપત્તિ ૭૦ર ટકા વધી ગઇ છે જે ૧૬,૬ર,૭૪૭ થી વધીને ૧,૩ર,પ૧,૩૩૦ રૂ. થઇ છે. મહારાષ્ટ્રના ર૩ સાંસદોની સંપત્તિ પ૦૦ ટકા વધી છે. જયારે યુપીના ર૪, ગુજરાતના ર૧, મ.પ્રદેશના ૧૩ અને રાજસ્થાનના પાંચ સાંસદોની સંપત્તિ પણ પ૦૦ ટકા વધી છે. જયારે મહારાષ્ટ્રના ૮૪, યુપીના ૭૯, ગુજરાતના ૬૧, મ.પ્રદેશના પ૩, રાજસ્થાનના ૪૮ ધારાસભ્યોની સંપત્તિ પ વર્ષમાં ૧૦૦ ટકા વધી છે.

ધારાસભ્યોમાં સૌથી વધુ કર્ણાટકના ચેંગાનુરના કોંગ્રેસના ધારાસભ્ય વિષ્ણુ નાથની સંપત્તિ વધી છે. તેમની સંપત્તિ પ૬૩રથી વધીને રપ,૦ર,૦૦૦ થઇ છે. જે ૪૪,૩રપ ટકા છે. ઓડિશાના શેરગઢના ભાજપના ધારાસભ્ય બાબુસિંહની સંપત્તિ ૩૯,૩૬૭ ટકાનો વધારો થયો છે જે પ૦૦૦ થી વધીને ૩,૭૪,૯૪,૦૦૭ રૂ. થઇ છે.

યુપીના સુલતાનપુરથી ભાજપના સાંસદ વરૂણ ગાંધીનું નામ પણ છે તેમની સંપત્તિ ૬રપ ટકા વધી છે તો કર્ણાટકના પુર્વ સીએમ સદાનંદ ગોડાની સંપત્તિમાં પ૮૮ ટકાનો વધારો જોવા મળ્યો છે.(૩-૭)

(10:22 am IST)