Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

સીબીઆઈ દ્વારા વસૂલવામાં આવેલ નાણાં પરત મેળવવા બૉલીવુડ ફિલ્મ નિર્માતા રાકેશ રોશનની અરજી :બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈ, તથા રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો: 4 સપ્તાહ પછી સુનાવણી

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે બુધવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને મહારાષ્ટ્ર સરકારને બોલિવૂડ ફિલ્મ નિર્માતા રાકેશ રોશન દ્વારા 2011માં તેની  સાથે છેતરપિંડી કરનારા બે શખ્સો પાસેથી સીબીઆઈ દ્વારા વસૂલ કરાયેલા નાણાં પરત કરવાની અરજી પર નોટિસ પાઠવી હતી.
જસ્ટિસ આરજી અવચટે આજે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને મહારાષ્ટ્ર રાજ્યને નોટિસ પાઠવી હતી અને 4 અઠવાડિયા પછી સુનાવણી માટે આ મામલાને પોસ્ટ કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:16 pm IST)