Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ટ્રેક્ટર રેલીમાં બબાલ: મોડીરાત્રે મોટું ઓપરેશન હાથ ધરાઇ રહ્યાના સંકેત: રડાર ઉપર અનેક ખેડૂત નેતા: સિંધુ બોર્ડરથી ગાયબ

મોડી રાત્રે મળતા અહેવાલ મુજબ ખેડૂત દેખાવમાં થયેલા ઉપદ્રવને કેન્દ્રીય ગૃહ મંત્રાલય ગંભીરતાથી લઇ તેના વિરુદ્ધ સખત એક્શન લેવાની તૈયારી કરી છે. મોડી રાત્રે ગૃહ મંત્રાલય તરફથી કોઈ મોટા એક્શન લેવામાં આવી શકે છે. અનેક નેતાઓ રડાર ઉપર છે. સિંધુ બોર્ડર ઉપર પણ ટ્રેક્ટર પરેડ પછી મુખ્ય ખેડૂત નેતાઓ જોવા મળતા નથી. દિલ્હી પોલીસે ખેડૂતોના આજના પ્રદર્શનને ઉગ્ર અને હિંસક દર્શાવ્યું છે અને ૮૩ પોલીસ ઘાયલ થયાનું જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા રાજધાનીમાં  અર્ધલશ્કરી દળો તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે.

(10:35 pm IST)