Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

સીએમ મમતાએ બંગાળની મહિલાઓને અપીલ કરતા કહ્યું કે જો ભાજપ હથિયાર અને બોમ્બ લઇને આવે તો પોતાના વાસણો સાથો તૈયાર રહો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યની બહેનોને ભાજપના હથિયારો અને બોમ્બનો સામનો કરવા વાસણો સાથે તૈયાર રહેવાની શીખામણ આપી છે. તેમણે કહ્યું કે ભાજપ પાસે તંડવ કર્યા સિવાય કોઇ કામ નથી.

સીએમ મમતાએ બંગાળની મહિલાઓને અપીલ કરતા કહ્યું કે જો ભાજપ હથિયાર અને બોમ્બ લઇને આવે તો પોતાના વાસણો સાથો તૈયાર રહો. મમતા બેનરજીએ ફરીથી ભાજપ પર નિશાન સાધ્યું.

સીએમ મમતાએ કહ્યું કે ભાજપ ટીવી પર ચૂંટણી જીતી રહ્યો છે. હવે રાજ્યની મહિલાઓએ ભાજપના હથિયારો અને બોમ્બનો સામનો કરવા માટે ઘરના વાસણો તૈયાર રાખવા પડશે.

મમતા બેનરજીએ પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવી

સીએમ મમતાએ કહ્યું કે અને તારકેશ્વર અને ફુરફુરા શરીફને વિકસાવ્યા છે. અમે દરેક નાગરિકને વિના મુલ્યે મેડિકલ વીમા યોજના સાઠી આપી રહ્યા છીએ. અને ખેડૂતોને નિધન પર તેમના પરિવારને 2 લાખ રૂપિયા આપી રહ્યા છે. અમે મફતમાં રોશન અનાજ આપી રહ્યા છીએ. જો કોઇએ ખાટું કામ કર્યું તો તેનો સામનો કરાશે.

ભાજપ વોશિંગ મશીનઃ મમતા બેનરજી

મમતા બેનરજીએ ભારતીય જનતા પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, “ભાજપ વોશિંગ મશીન છે. ચોર તેની પાસે ભાગી રહ્યા છે અને સાફ થઇ રહ્યા છે. કેટલાક લાલચી લોકો ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. જે લોકો (ભાજપમાં જોડાવવા તૈયાર છે) હું તેમને કહેવા માંગુ છું કે જલદી કરો અને પક્ષ છોડો.”

જો તેમણે નેતાજીના નારા લગાવ્યા હોત તો હું સલામ કરતઃ મમતા

સીએમ મમતાએ કહ્યું કે ભાજપ પાસે તાંડવ કરવા સિવાય બીજુ કોઇ કામ નથી. નેતાજીના કાર્યક્રમમાં જય શ્રીરામના સૂત્રો અંગે સીએમે કહ્યું કે હું નેતાજીના કાર્યક્રમમાં ગઇ હતી. પરંતુ તેમની હિમ્મત કેવી રીતે થઇ. કેટલાક કટ્ટરપંથી મને ચીડવી રહ્યા હતા. જો તેમણે નેતાજીના નારા લગાવ્યા હોત તો હું તેમને સલામ કરત.

PM મોદી હજુ મને ઓળખતા નથી

પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ મને નથી ઓળખતા. મને ધમકી આપવાનો કોઇ ફાયદો નથી. અગાઉ તેમણે (ભાજપે) ટાગોરનું અપમાન કરતા કહ્યું હતું કે તેમનો જન્મ શાંતિનિકેતનમાં થયો હતો. ભાજપ આજે સીપીએમની મદદથી બંગાળમાં આવી ગયો.

(12:09 pm IST)
  • લાઇન ઓફ કન્ટ્રોલ ઉપર ચીન-ભારતના સૈનિકો વચ્ચે અથડામણ થયાના અહેવાલો મળે છે. ભારતીય જવાનોએ ફરી ચીનાઓને મૂહતોડ જવાબ આપી તગેડી મૂક્યા access_time 10:21 am IST

  • આજે સવારે પ્રજાસત્તાક દિન નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગયા વર્ષે જ નવસર્જિત અને તેમના વરદ હસ્તે ખુલ્લા મુકાયેલા નેશનલ વોર મેમોરીયલ ખાતે જઈને ભારત-પાક યુદ્ધમાં શાહી થયેલા જવાનોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા, સાથે રાજનાથસિંહ જોડાયા હતા. ઇન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ ખાતે જવાને બદલે ગયા વર્ષે ખુલ્લા મુકાયેલ નેશનલ વોર મેમોરીયલ ખાતે તેમણે જવાનું પસંદ કર્યું હતું. access_time 12:45 pm IST

  • દેશમાં કોરોના હાર્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,526 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,89,267 થઇ :એક્ટિવ કેસ 1,74,193 થયા: વધુ 11,681 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03,56,888 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,724 થયા access_time 12:48 am IST