Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

યુ.એસ.સ્થિત ગુજરાતી એશોશિએશન ઓફ કનેક્ટીકટે 25 મા સ્થાપના દિવસ સાથે ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી : 23 જાન્યુઆરીના રોજ કરાયેલી અનોખી ઉજવણી અંતર્ગત ન્યુહેવન શહેરમાં ફૂડ ડ્રાયવ કાર્યક્રમનું આયોજન કર્યું : કડકડતી ઠંડીમાં પછાત વિસ્તારના ઘરવિહોણાં લોકોને અનાજ ,ફ્રૂટ,શાકભાજી તથા સૂપનું વિતરણ કર્યું

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ગુજરાતી એશોશિએશન ઓફ કનેક્ટીકટના સ્થાપનાના 25 વર્ષ અને ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી રૂપે ગુજરાતી સમાજ દ્વારા ભક્તિધામ હવેલી ,ન્યુહેવન શહેરમાં ફૂડ ડ્રાયવ કાર્યક્રમ -ટાઉન ઓફ ન્યુહેવન સાથે સંકલન કરી ભવ્ય રીતે યોજાયો હતો.

આશરે 600 કરતાં પણ વધુ બેગોમાં રાઈસ ,બીન્સ,અનાજ ,ફ્રૂટ ,શાકભાજી અને સૂપનું વિતરણ કરાયું હતું.એક બેગમાં આશરે 8 થી 9 કિલો વજન હતું.
જેનો કડકડતી ઠંડીમાં પછાત વિસ્તારોમા જરૂરિયાતમંદ હોમલેસ લોકોએ ખુબ સારો લાભ લીધો હતો.

સંસ્થાના સ્વયંસેવકો મારફત પછાત વિસ્તારોમાં જઈને વસ્તુઓનું  વિતરણ કરાયું હતું.આ ઉમદા સેવાથી નગરજનોમાં ભારતીયો પ્રત્યે ખુબ જ લાગણી થઇ છે.

ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી જયેશભાઇ પટેલ ,ભક્તિધામ હવેલીના સંચાલક શ્રી પ્રકાશભાઈ શાહ ,સમાજના અગ્રણી અને દાતા શ્રી ભીમાભાઇ મોઢવાડીયા ,તથા શ્રી હસુભાઈ પટેલનામાર્ગદર્શન હેઠળ કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હતો.જે માટે છેલ્લા એક અઠવાડિયાથી તૈયારી ચાલી રહી હતી.
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગસ એડ્મીનીસ્ટ્રેશનના નિયમોનું ચુસ્તપણે પાલન કરાયું હતું.

ગુજરાતી સમાજના અગ્રણીઓ શ્રી દીપેન ડેડાણિયા ,શ્રી અમલ લાખીયા ,શ્રી બિમલ ઠક્કર ,શ્રી ભરત રાણા ,શ્રી જય પટેલ ,શ્રી રોનક શાહ ,શ્રી પ્રજ્ઞેશ પટેલ ,શ્રી કેતન શાહ સહીત ,યુવાનોની ટીમે વિસ્તરણ કામગીરી બજાવી હતી.

બહેનોની ટીમે કીટ તૈયાર કરવામાં આગેવાની લીધી હતી.જે માટે સુશ્રી જલ્પા બુચ ,સુશ્રી નમિતા લાખીયા ,સુશ્રી શકુબેન પટેલ ,સુશ્રી દેવલ ડેડાણિયા ,સુશ્રી જ્યોત્સનાબેન પટેલ ,સુશ્રી અમિષા ટ્રેઇલર ,સુશ્રી દિપ્તીબેન પટેલ ,સુશ્રી રંજના પટેલ સહિતની બહેનોએ જહેમત ઉઠાવી હતી.

સ્થાનિક દૈનિકપત્રો તથા ટીવી માધ્યમોએ પણ આ ફૂડ ડ્રાયવની સરાહના કરી હતી.તેવું શ્રી ભાસ્કર સુરેજાની યાદી દ્વારા જાણવા મળે છે.

(12:02 pm IST)
  • દસ્તાવેજો અમેરિકી સંસદને સુપ્રત: અમેરિકાના પૂર્વ મુખ્યમંત્રી ડોનાલ્ડ ટ્રમ્પને impeachment કરતા દસ્તાવેજો અમેરિકી સંસદને સુપ્રત કરવામાં આવ્યા છે access_time 11:07 am IST

  • ઠંડીથી ઠુંઠવાયું કચ્છ: કોલ્ડવેવ: શીત લહેર : નલિયામાં રેકોર્ડબ્રેક ૨.૮ ડિગ્રી ઠંડી: સમગ્ર કચ્છમાં કોલ્ડવેવ, ભુજ, અંજાર વિસ્તારમાં પારો સિંગલ ડિજિટમાં. ભુજ ૯.૮ ડિગ્રી, કંડલા ૮.૪, કંડલા ૧૦.૫ ડિગ્રી તાપમાન સવારે નોંધાયું. access_time 10:55 am IST

  • આજે સવારે પ્રજાસત્તાક દિન નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગયા વર્ષે જ નવસર્જિત અને તેમના વરદ હસ્તે ખુલ્લા મુકાયેલા નેશનલ વોર મેમોરીયલ ખાતે જઈને ભારત-પાક યુદ્ધમાં શાહી થયેલા જવાનોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા, સાથે રાજનાથસિંહ જોડાયા હતા. ઇન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ ખાતે જવાને બદલે ગયા વર્ષે ખુલ્લા મુકાયેલ નેશનલ વોર મેમોરીયલ ખાતે તેમણે જવાનું પસંદ કર્યું હતું. access_time 12:45 pm IST