Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

અમિત શાહના નિર્ણંયથી સરદારની યાદ આવે છે : બંધારણની મર્યાદામાં રહી સૌના હિત માટે પગલાં ના ઉઠાવાય ? મોરારીબાપુ

પક્ષાપક્ષ હોય ત્યાં પરમેશ્વર જ ન હોય આપણે તો પરમેશ્વર માટે નીકળ્યા છીએ. આપણે શું લેવા દેવાપણ ગમે એનો ગુલાલ કરવો જોઈએ

રાજકોટ : મોરારીબાપુએ અમિત શાહની સરદાર સાથે સરખામણી કરી કહ્યું હતું કે, અમિત શાહ નિર્ણય લે ત્યારે સરદારની યાદ આવે છે. બધા સાથે રહીએ, સાથે બોલીએ. બધારાષ્ટ્ર પોતપોતાના હિતનુ વિચારે જ છે. થોડીક સરદારની યાદ અપાવે તેવા અમિતભાઈ શાહ છે. હિંમત પૂર્વક નિર્ણય લેનારા અમિતભાઈ શાહ.

મોરારી બાપુએ કહ્યું હતું કે મારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. મારે કોઈ વ્હાલા કે દવલા પણ નથી. પરંતુ શું બંધારણની મર્યાદામાં સૌના હિત માટે પગલાં ન ઉઠાવાય? રાષ્ટ્રની અંદર કોઈ ગરબડ કરતું હોત તો પગલાં ન લેવાય ? જે સરકાર કામ કરતી હોય તે બંધારણની મર્યાદામાં પગલાં ન લઈ શકે? રાષ્ટ્રને ટુકડે ટુકડાં કરવા મથતી સંસ્થાઓ સામે પગલાં ન લઈ શકાય? 70 વર્ષ પછી એક બે કલમ બદલી ન શકાય ?

મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, 'ઇસ રાજ કો ક્યાં જાને સાહિલ કે તમાશાય' લોકસભામાં આ એક વખત આ શેર બોલાયેલો. હમણાં જ કોઇકે તાજો લોકસભામાં આ શેરનું ઉચ્ચારણ અમિતભાઇ શાહે કર્યું હતું, આપણા ગૃહમંત્રીએ. આ શેર તેઓ સરસ બોલ્યા હતા, તેમણે ઘા કર્યો હતો. ઇસ રાજ કો ક્યાં જાને..370 યે લોગ ક્યાં જાને. જવાબ બોવ સારા આપે છે હો આપણા અમિતભાઇ.

એવા સરસ જવાબ આપે છે કે કોઇ ઐસી કી તૈસી. હા એક ઇંચ પણ અમે પાછા નથી પડવાના. તેણે જે જવાબો આપ્યા છે તે સાંભળવું જ પડશે તમારે. સાંભળવું જ પડેશે અમને હિન્દુસ્તાને ચૂંટીને મોકલ્યા છે. મને ગમે આમ આપણે કંઇ કોઇના પક્ષની સાથે કાઇ લેવા દેવા નથી. પક્ષાપક્ષ હોય ત્યાં પરમેશ્વર જ ન હોય આપણે તો પરમેશ્વર માટે નીકળ્યા છીએ. આપણે શું લેવા દેવા, પ્રમાણિક અંતર બધાની સાથે. પણ ગમે એનો ગુલાલ કરવો જોઇએ એવું સાઇ મકરંદ શીખવી ગયા છે.

(9:15 pm IST)