Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

હિંસા કોઈ સમસ્યાનું સમાધાન હોઈ શકે નહીં.: સમી સાંજે પીએમ મોદીએ કહી મન કી બાત

પીએમ મોદીએ કહ્યું વર્ષો પણ બદલાઈ છે. દેશના લોકોનો ઉત્સાહ અને આપણે પણ કંઈ કમ નથી.તેવો ઉત્સાહ ઓસર્યો નથી

નવી દિલ્હી : આજે ગણતંત્ર દિવસ 2020ના અવસરે વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દેશવાસીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે ગણતંત્ર દિવસની સૌને શુભકામના.

 મન કી બાત શેર કરવી, શિખવું અને એક સાથે આગળ વધવાનું એક સારામાં સારુ પ્લેટફોર્મ બની ગયું છે. દર વર્ષે હજારો લોકો પોતાની સલાહ, સુઝાવ અને અનુભવ શેર કરે છે.

દેશ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના, દરેક દિવસે નવી ઊર્જા આપે છે. દિવસો બદલાઈ છે. અઠવાડીયા બદલાઈ છે. મહિનાઓ પણ બદલાઈ છે. વર્ષો પણ બદલાઈ છે. ભારતના લોકોનો ઉત્સાહ અને આપણે પણ કંઈ કમ નથી. આપણે પણ કંઈક કરીને રહેશું. કરી શકીએ છીએ નો ભાવ હવે વધતો જાય છે.

આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. જે જ્ઞાન અને વિજ્ઞાનની સાથે લોકતંત્રનો યુગ લાગે છે. શું તમે એવી કોઈ જગ્યા જોઈ છે જ્યાં હિંસાથી જીવન સારુ થયું હોય. હિંસા કોઈ સમસ્યાનું સમાધાન હોઈ શકે નહીં.

વર્ષ 2022માં આપણી આઝાદીના 75 વર્ષ પુરા થાય છે અને આ અવસરે આપણે ગગનયાનની સાથે એક ભારતવાસીને અંતરિક્ષમાં લઈ જવાનો સંકલ્પ કર્યો છે.

સ્વચ્છતા બાદ જનભાગીદારીની ભાવના વધું એક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. અને તે છે જળસંરક્ષણ. જેના માટે અનેક નવા નવા પ્રયત્નો દેશમાં ચાલી રહ્યા છે. સમાજના દરેક ક્ષેત્રના લોકો તેમાં ભાગીદાર થઈ રહ્યા છે.

જ્યારે દરેક ભારતવાસી એક ડગલું ચાલે છે, આખો દેશ 130 કરોડ ડગલા આગળ વધે છે. દિવસો બદલાઈ છે.દેશ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના, દરેક દિવસે નવી ઊર્જા આપે છે. દિવસો બદલાઈ છે. અઠવાડીયા બદલાઈ છે. મહિનાઓ પણ બદલાઈ છે. વર્ષો પણ બદલાઈ છે. ભારતના લોકોનો ઉત્સાહ અને આપણે પણ કંઈ કમ નથી. આપણે પણ કંઈક કરીને રહેશું. કરી શકીએ છીએ નો ભાવ હવે વધતો જાય છે.

(8:54 pm IST)