Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

જ્યોર્જ ફર્નાડીઝ અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ સહિત 7ને પદ્મ વિભૂષણ: 16ને પદ્મ ભૂષણ, 118ને પદ્મ શ્રી સન્માન

પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોહર પર્રિકર (મરણોપરાંત), આનંદ મહીન્દ્રા, પીવી સિંધૂ સહિત 16ને પદ્મ ભૂષણ

નવી દિલ્હી : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર સરકારે વર્ષ 2020 માટે પદ્મ પુરુસ્કારની જાહેરાત કરી દીધી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જોર્જ ફર્નાન્ડિસ, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે. આ સિવાય બોક્સર એમસી મેરિકોમ સહિત 7 લોકોને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. 16 હસ્તીઓને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મ શ્રી આપવામાં આવશે.

છન્નુલાલ મિશ્રા અને અનિરુદ્ધ જગન્નાથને પણ પદ્મ વિભૂષણથી સન્માનિત કરાશે. વિશ્વેશતીર્થ સ્વામીજીને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન મળશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મનોહર પર્રિકર (મરણોપરાંત), આનંદ મહીન્દ્રા, પીવી સિંધૂ સહિત 16ને પદ્મ ભૂષણથી આપવામાં આવશે. જગદીશ જલ આહુજા, મોહમ્મદ શરીફ, તુલસી ગૌડા, મુન્ના માસ્ટર, કંગના રનૌત, અદનામ સામી, એકતા કપૂર, સુરેશ વાડકર, ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહ સહિત 118 લોકોને પદ્મ શ્રી (Padmashri)પુરુસ્કાર આપવામાં આવશે.

  1984માં ભોપાલ ગેસ ત્રાસદીના એક્ટિવિસ્ટ અબ્દુલ જબ્બારને મરણોપરાંત પદ્મ શ્રીથી સન્માનિત કરાશે. 14 નવેમ્બર 2019ના રોજ તેમનું નિધન થયું હતું. અબ્દુલ જબ્બાર વિશ્વની ભયાવહ ઔદ્યોગિક ત્રાસદી પછી તેમનું ગેર સરકારી સંગઠન 'ભોપાલ ગેસ પીડિત મહિલા ઉદ્યોગ સંગઠન'ને સતત ભોપાલ ગેસ પીડિતોના હકની લડાઇ લડી હતી. પીડિતોને જે હક મળ્યા છે તે તેમના લાંબા સંઘર્ષના કારણે મળ્યા છે. 3 ડિસેમ્બર 1984ની તે ભયાનક ઔદ્યોગિક ત્રાસદીમાં 15000થી વધારે લોકોના મોત થયા હતા. જે બચ્યા હતા તે ગંભીર બિમારીઓના શિકાર થયા હતા.

(12:00 am IST)