Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

દેશનો વિદેશી મુદ્રા ભંડાર 581.131 અબજ ડોલરની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યું

સોનાના ભંડારનું મૂલ્ય 1.008 અબજ ડોલર વધીને 37.020 અબજ ડોલર થયું

મુંબઈ :દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 18 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં 2.563 અબજ ડોલરનો વધારો થયો છે. ભંડાર હવે 581.131 અબજ ડોલરની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો છે. અગાઉના અઠવાડિયામાં વિદેશી વિનિમય ભંડારમાં 77.8 કરોડ ડોલરનો ઘટાડો થયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન વિદેશી મુદ્રા સંપત્તિ (FCA)માં વધારો મુદ્રા ભંડોળના વધારાને કારણે થયો હતો.

  વિદેશી મુદ્રા સંપત્તિ કુલ વિદેશી વિનિમય ભંડારનો નોંધપાત્ર ભાગ છે. રિઝર્વ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર FCAમાં 1.382 અબજ ડોલર વધીને 537.727 અબજ ડોલર થયું છે. FCA ડોલરમાં દર્શાવાય છે પરંતુ તેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી ચલણોનો પણ સમાવેશ છે

18 ડિસેમ્બરના રોજ સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન દેશના સોનાના ભંડારનું મૂલ્ય 1.008 અબજ ડોલર વધીને 37.020 અબજ ડોલર થયું છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) માં દેશને વિશેષ અધિકાર પ્રાપ્ત થયા છે. જે 1.2 કરોડ ડોલર વધીને 1.515 અબજ ડોલર થઈ ગયો છે અને આ IMFના સંચિત ભંડારમાં પણ 16 કરોડ ડોલરનો વધારો થઈને 4.870 અબજ ડોલર થયો છે.

(12:59 am IST)