Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

આ વર્ષે સોનાનાં રોકાણ પર અંદાજે 28 ટકા રિટર્ન મળ્યું: એક દાયકાનું સૌથી ઉંચુ વળતર

રેકોર્ડબ્રેક ભાવથી અત્યાર સુધીમાં 10 ટકા કરેક્શન પણ આવ્યું

નવી દિલ્હી : કોરોના મહામારી દરમિયાન  મુડી બજારમાં જોખમનો માહોલ જોવા મળી રહ્યો છે, જેથી 2020માં સોનાનાં રોકાણકારોની પહેલી પસંદ બની રહ્યું છે, આ વર્ષે સોનાનાં રોકાણ પર લગભગ 28 ટકા રિટર્ન મળ્યું છે, જે વર્ષ 2011માં આવેલા 31.1 ટકા બાદનું સૌથી વધુ છે, સોના પર 15 વર્ષમાં સરેરાસ 14.1 ટકાનું જબરજસ્ત વળતર મળ્યું છે.

નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં આવેલી તેજીની અસર સ્થાનિક સરાફા બજાર પર પણ જોવા મળી રહી છે, આંતરાષ્ટ્રિય બજારમાં આ વર્ષે સોનાનો ભાવ 23 ટકાથી વધુ ચઢ્યો છે, આ કારણે ઓગસ્ટમાં ભારતીય બજારમાં સોનાનો ભાવ રેકોર્ડ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચી ગયો, જો કે ત્યારથી તેમાં 10 ટકાથી વધુનો ઘટાડો આવી ચુક્યો છે અને ત્યાં સુધી કુલ રિટર્ન 27.7 ટકા રહ્યું છે.

આ દરમિયાન ચાંદી પણ પોતાની ટોચની સપાટીને સ્પર્શી અને કિંમત 77,840 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઇ, વર્ષ 2005થી અત્યાર સુધી સોનાનાં રોકાણમાં ત્રીજી વખત આટલી મોટી કમાણી થઇ છે, અને માત્ર બે વખત મુડી રોકાણમાં નુકસાન ઉઠાવવું પડ્યું છે. વર્ષ 2013 માં તેની કિંમત 18.7 ટકા ઘટી હતી.

(12:51 am IST)