Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કેરળમાં તિરુવનંતપુરમની 21 વર્ષીય આર્યા રાજેન્દ્રન દેશની સૌથી યુવા મેયર બની શકે

CPM પાર્ટીએ મેયર પદ માટે નામ આગળ વધાર્યું 21 વર્ષની આર્યા રાજેન્દ્રન કોલેજ વિદ્યાર્થિની છે

કેરળમાં દેશની સૌથીં યુવા મેયર બની શકે છે 21 વર્ષીય આર્યા રાજેન્દ્રન દેશની સૌથી યુવા મેયર બની શકે છે સીપીએમના તિરુવનંતપુરમ જિલ્લા યુનિટે મેયર પદ માટે આર્યા રાજેન્દ્રનના નામની ભલામણ કરી છે.

આ ભલામણ રાજ્ય સમિતિ દ્વારા સ્વીકારવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જો કે તેની અંતિમ જાહેરાત શનિવાર સુધીમાં થવાની ધારણા છે.

આર્યા રાજેન્દ્રન તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મુદાવામુગલ વોર્ડમાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાઈ છે. તેમને મેયર પદ પર નિયુક્તિ કરવાનો નિર્ણય સીપીએમની ડિસ્ટ્રિક્ટ પેનલ દ્વારા લેવામાં આવ્યો છે. આ વખતે કેરળ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સીપીએમ દ્વારા મેદાનમાં ઉતરનારા ઉમેદવારોમાં તે સૌથી યુવા ઉમેદવાર પણ હતી. LDF ના હાલના ચાલુ મેયરને હારનો સામનો કરવો પડ્યો છે.

આર્યા જો કે સીપીએમની લોકપ્રિય સભ્ય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં પેરુરકાડા વોર્ડના કાઉન્સિલર અને વરિષ્ઠ નેતા જમિલા શ્રીધરનને મેયર બનાવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આખરે પાર્ટીએ નિર્ણય લીધો કે યુવાનોને આ પદ પર મૂકવામાં આવે.

મીડિયા સાથે વાત કરતાં આર્યાએ શુક્રવારે કહ્યું હતું કે પાર્ટી તેમને જે પણ ભૂમિકા સોંપશે તે ભજવશે, એમ કહીને કે તેમનું મુખ્ય ધ્યાન મહિલાઓ અને વિકાસ સાથે સંબંધિત અન્ય કામોને લગતા પ્રશ્નો હશે.તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફરી એકવાર સીપીએમના નેતૃત્વવાળા ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટને જીત મળી છે. 100 વોર્ડમાં એલડીએફ 51, એનડીએ 34, યુડીએફ 10 અને અન્યને પાંચ વોર્ડમાં જીત મળી છે.

(11:48 pm IST)