Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કાશ્મીર પર કબજા બાદ ભારત પર હુમલો કરીશું

પાકિસ્તાનના પૂર્વ પેસ બોલર શોએબ અખ્તરનું નિવેદન : પાકિસ્તાની ક્રિકેટર શોએભ અખ્તરે ભારત વિરોધી ઝેર ઓંક્યું, આતંકીની માફક ગઝવા-એ-હિંદનું સપનું સેવે છે

ઈસ્લામાબાદ, તા. ૨૫ : પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ભારત વિરોધી હળહળતુ ઝેર ઓક્યું છે. અખ્તર કોઈ આતંકીની માફક હજી પણ 'ગઝવા-એ-હિંદલ્લનું સપનું સેવીને બેઠો છે. તેણે કહ્યું છે કે, અમે કાશ્મીર પર કબજો કરીશું અને ત્યાર બાદ ભારત પર હુમલો કરીશું. અખ્તરે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. શોએબ અખ્તરના આ નિવેદન સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે. જોકે આ કંઈ પહેલીવાર નથી કે કોઈ પાકિસ્તાની ક્રિકેટરે કાશ્મીર અને ભારતને લઈને ઝેર ઓક્યું હોય. આ અગાઉ શાહિદ આફ્રિદી, જાવેદ મિયાદાદ જેવા ક્રિકેટરો પણ ભારત વિરૂદ્ધ બોલતા રહ્યાં છે.

પાકિસ્તાનના પૂર્વ ઝંઝાવાતી બોલર શોએબ અખ્તરે સમા ટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં શોએબ અખ્તર 'ગઝવા-એ-હિંદલ્લ વિષે બોલી રહ્યો છે. ગઝવા-એ-હિંદનો અર્થ થાય છે 'ભારત વિરૂદ્ધ પવિત્ર યુદ્ધલ્લ એટલે કે 'જેહાદલ્લ. અખ્તરનો આ વીડિયો જોકે જુનો હોવાનું કહેવાય છે.

જેમાં અખ્તર કહી રહ્યો છે કે, અમારા પવિત્ર પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, 'ગઝવા-એ-હિંદલ્લ સ્થાન લેશે નદી બે વાર લોહીના લાલ રંગથી રંગાશે. અફઘાનિસ્તાનથી સૈના અટોક સુધી પહોંચશે. શમા મશરિકમાંથી ઉઠ્યા બાદ ઉઝબેકિસ્તાનથી જુદા જુદા દળો પહોંચશે. આ બધા એક ઐતિહાસિક સ્થળ ખોરાસન છે જે છેક લાહોર સુધી ફેલાયેલુ હતુ.

એંકર જ્યારે કહે છે કે, આ બાબત તો લોકોએ વાંચવી જોઈએ, તો અખ્તર જવાબ આપતા કહે છે કે, હાપ પછી ત્યાંથી શામલ મશરિક નિકળશેપ ત્યારે તમે કાશ્મીર પર કબજો જમાવી શકશો.  ત્યાર બાદ ઈન્સાહ અલ્લાહ આગળ વધીશું. શોએબ અખ્તરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. લોકો તેની આકરી ટીકા પણ કરી રહ્યાં છે. શામલ મશરિફ અરબ પ્રાયદ્વિપના ઉત્તરમાં આવેલુ એક ક્ષેત્ર મટે ઉર્દૂ સંદર્ભ છે. ગઝવા-એ-હિંદ શબ્દનો ઉપયોગ પાકિસ્તાનમાં કટ્ટર ઈસ્લામિક પ્રચારકો અને દાયકાઓથી પાકિસ્તાથ સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે.

(7:29 pm IST)