Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સીઆઇએસએફના ૮ ડોગ સેવા નિવૃતઃ મેડલ અને કેક આપી વિદાય અપાઇ

દિલ્હી મેટ્રો-કુંભના મેળાની સુરક્ષા નિભાવેલઃ ૧૦ વર્ષમાં ર૮૦૦ થી શંકાસ્પદ વસ્તુઓ-વાહનોની તપાસ કરેલ

નવી દિલ્હી તા. રપ : રાજધાની દિલ્હીની મેટ્રો ટેશન અને કુંભ મેળાની સુરક્ષા નિભાવી ચૂકેલ સીઆઇએસએફમાં તૈનાત ૮ ડોગને સેવાનિર્વત્ત કરાયા છે. બધા ડોગને મેડલ અપાયેલ અને કેક ખવડાવામાં આવેલ. આ માટે સીઆઇઅસેસએફ દ્વારા શાસ્ત્રી પાર્કમાં પોતાના સાથીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરાયેલ. લીલી, જેન્સી, પેસ્ટી, બ્લેફી અને લુસી (લાબ્રાડોર) તથા રોઝી અને ટવીકી (જર્મન શેર્ફડ) તથા મીની (કોકર સ્પૈનીયલ) એ ર૮૦૦ થી વધુ શંકાસ્પદ વસ્તુઓ અને વાહનોની તપાસ કરેલ. સીઆઇએસએફના ઉપમહાનિરીક્ષક જીતેન્દ્ર રાણાએ જણાવેલ કે અમે તેમની સેવાઓ માટે આભારી છીએ. તેઓ અમારા બહાદુર સૈનિકો છે. જેમણે યાત્રીઓની સુરક્ષા તરફ દક્ષતાની સાથે કર્તવ્યો પૂરા કરવામાં મદદ કરેલ. મેટ્રોમાં ૧૦ વર્ષ સુધી સેવા આપેલ. હવે આ સૈનિકોને સ્થાનીય એનજીઓને સોંપી દેવાશે. અને અમુક કીસ્સામાં ફોર્માલીટી બાદ સામાન્ય લોકોને પણ અપાય છે.જેથી આ ડોગનો ખોટો ઉપયોગ ન થાય. સીઆઇએસએફ પાસે પ૦ પ્રશિક્ષીત ડોગ છે.

(3:54 pm IST)