Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

આંદોલનકારી ખેડૂતો માટે ખુલ્યો 'કિસાન મોલ': શેમ્પુ-તેલ-સાબુ-ક્રીમ-કપડા બધુ જ ફ્રી

આંતરરાષ્ટ્રીય અનેજીઓ ખાલસા મેદાનમાં

નવી દિલ્હી, તા.૨૫: નવા કૃષિ કાયદા વિરૂધ્ધ ખેડૂત આંદોલનને એક મહિનો પૂરો થયો છે. લાંબા સમયથી ચાલતા આંદોલનમાં ખેડુતોને કોઈ તકલીફ ન થાય તે ધ્યાનમાં રાખીને હવે નજીકમાં જ એક 'કિસાન મોલ' ખોલવામાં આવ્યો છે. આ કિસાન મોલ આંદોલનકારી ખેડુતોના રોજિંદા ઉપયોગમાં સરળ બનાવવા માટે સ્થાપિત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, અહીં ખેડુતોને દરેક વસ્તુ મફત આપવામાં આવી રહી છે.

આંતરરાષ્ટ્રીય એનજીઓ ખાલસા એડએ ટિકરી બોર્ડર પર આ કિસાન મોલ ખોલ્યો છે. અહીં ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાબુ, તેલ, શેમ્પૂ, ક્રીમ, શિયાળાના બધા કપડા, હીટિંગ પેડ અને પગરખાં ઉપલબ્ધ છે અને તે પણ મફતમાં. વસ્તુઓનો અહીં દ્યણો બધો સ્ટોક રાખવામાં આવ્યો છે.

લગભગ એક મહિનાથી કૃષિ કાયદા વિરૂધ્ધ ખેડૂતો દ્વારા દેખાવો ચાલુ છે. ખેડુતો દિલ્હીની સરહદ પર છે. દ્યણા લોકો ખેડૂતોની મદદ માટે આગળ આવી રહ્યા છે. કિસાન મોલ ખેડુતોની સમસ્યાઓના નિવારણ માટે બનાવવામાં આવ્યો છે. મોલમાં સોયના દોરાથી લઈને ધાબળા અને રજાઇ સુધીના બધી વસ્તુઓ ખેડૂતોને વિના મૂલ્યે આપવામાં આવી રહ્યા છે.

કિસાન મોલમાં એક દિવસમાં ૫૦૦ ખેડૂતોને જરૂરી સામાન વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવાશે. થર્મલ્સ અને મફલર સાથે સાબુ અને તેલ પણ ખેડૂતોને આપવામાં આવે છે. મોલ સાથે થોડા અંતરે ટ્રોલીમાં ખેડૂતને સામાન આપવા માટે ટોકન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાલસા એડ દ્વારા ખેડૂતો માટે આ મોલનું સંચાલન શરૂ કરાયું છે. માઙ્ખલમાં મહિલાનોની જરૂરિયાતની વસ્તુઓ પણ ઉપલબ્ધ છે. કિસાન મોલમાં દેશી ગીઝરોથી માંડીને વોશિંગ મશીન પણ ઉપલબ્ધ છે. ખાલસા એડના ગુરુચરણે મીડિયાને આ સમગ્ર સિસ્ટમ વિશે માહિતગાર કર્યા હતા.

ગુરચરણસિંહે કહ્યું કે ટિકરી બોર્ડર પર કિસાન મોલ શરૂ થયો છે. ગઈકાલે પહેલો દિવસ હતો, જેના કારણે બુધવારે ૨૦૦ કુપન્સ જારી કરાયા હતા. તેવી અપેક્ષા છે કે આજથી ખેડુતોની યાદીમાં વધારો થશે. તેમના ખેડૂત માઙ્ખલમાં ટૂથબ્રશથી માંડીને રજાઇ અને ધાબળા સુધીનું બધું જ છે. ખેડૂતોને કૂપન્સ આપ્યા પછી, લિસ્ટ મુજબ, ખાલસા એડના સ્વયંસેવક બેગ તૈયાર કરીને ખેડૂતોને આપે છે. દરરોજ ૫૦૦ કૂપન્સ આપવાનો લક્ષ્ય છે. ટિકરી બોર્ડર પર લગભગ ૧૬ કિલોમીટરની લાઇન છે, જે તેમના સ્વયંસેવકો દ્વારા આવરી લેવામાં આવશે.

(3:48 pm IST)