Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

લો કર લો બાતઃ પત્નિએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવીઃ પ જણાને આપી'તી સોપારી

છત્તીસગઢની ફિલ્મી સ્ટોરી જેવી ઘટના : પોલીસે અત્યાર સુધી ૭ આરોપીઓને કસ્ટડીમાં લઈ લીધા છે

રાંચીપુર, તા.૨૫: કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, એ નથી જોતો જાત-પાત કે નથી જોતો ઊંચ-નીચ કે નથી જોતો અમીરી-ગરીબીનો ભેદ બસ એ તો થઈ જાય છે. આવા ડાયલોગો આપણે ફિલ્મોમાં પણ સાંભળતા હોઈએ છીએ. એવા આપણે ઘણા ઉદાહરણ, ઘટનાઓ વિશે સાંભળ્યું હશે અને એવી ઘટના પણ જોઈ હશે કે જેમાં પતિએ એકસ્ટ્રા મેરિટલ અફેરના કારણે પોતાની જ પત્નીની હત્યા કરી નાખી, અથવા તો પત્નીએ તેના એકસ્ટ્રા મેરિટલ અફેર દરમિયાન પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી. એવી ઘટનાઓ આપણી સામે આવતી જ રહે છે.

એટલે આપણે કહી શકીએ કે પ્રેમ ઊંચ-નીચ સાથે સાથે મેરિટલ લાઈફ પણ નથી જોતો. આવી જ એક દ્યટના સામે આવી છે છત્તીસગઢમાં, જયાં એક પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના જ શિક્ષક પતિની હત્યા કરી નાખી.

૩ દિવસ પહેલા સ્પોર્ટ્સ ટિચર હિમાંશુ મોંડલની હત્યા થઈ ગઈ હતી. આ હત્યાનું કોકડું હવે પોલીસે ઉકેલી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતક રમત શિક્ષક હિમાંશુ મોંડલની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને હત્યાની દ્યટનાને અંજામ આપ્યો હતો. એ સિવાય એમ પણ કહેવામાં આવે છે કે રાયપુરના ૫ લોકોને હત્યાની સોપારી આપવામાં આવી હતી.

પોલીસે અત્યાર સુધી ૭ આરોપીઓને કસ્ટડીમાં લઈ લીધા છે. આરોપીઓમાં બે આરોપી સગીર વયના છે. તો રાયપુરથી પકડાઈ ગયેલા આરોપીઓના પૂર્વ અપરાધિક રેકોર્ડ પણ સામે આવ્યા છે. આ હત્યાની દ્યટના બાલોદ પોલીસ સ્ટેશનના તાંદુલા ડેમ પાસે થઈ છે.

બધાં આરોપીઓને ન્યાયિક રિમાન્ડ માટે જેલ મોકલી આપવામાં આવ્યા છે. તાંદુલા ડેમમાં ત્રણ દિવસ પહેલા શિક્ષક એટલે કે હિમાંશુ મોંડલની પથ્થરથી માથું કચડીને અને ચપ્પુ વડે દ્યા કરીને નિર્દયી હત્યા કરી દેવામાં આવી હતી. આ બાબતે પોલીસને કોઈ મહત્વમાં પુરાવા હાથ લાગ્યા નહોતા. ત્યારબાદ પોલીસે પૂછપરછ માટે સંદિગ્ધ લોકોને કસ્ટડીમાં લીધા અને પોલીસ આ દ્યટનાની તપાસમાં લાગી ગઈ હતી. ત્યારે આ દ્યટનાનો ખુલાસો થયો હતો.

(3:44 pm IST)