Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

૨૦૨૧માં પ્રલય થશેઃ કેન્સરનો ઇલાજ મળશે

જગવિખ્યાત બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણીઃ અત્યાર સુધી ઘણી આગાહી સો ટકા સાચી પડી હતી

લંડન, તા.૨૫: અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના અલ કાયદાના હુમલાથી માંડીને ૨૦૦૪દ્ગક સુનામી જેવી કેટલીક દ્યટનાઓની સચોટ આગાહી કરનારા અમેરિકી બાબા વેંગાએ કરેલી ૨૦૨૧ના સાલની ભવિષ્યવાણી મુજબ ૨૦૨૧માં પ્રલય થશે.

સાથોસાથ કેન્સરનો રામબાણ ઇલાજ મળશે અને અમેરિકાના વિદાય લઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બહેરા થઇ જશે. એક આગાહી એવી પણ છે કે એક ડ્રેગન (ચીન ?) સમગ્ર માનવતા પર પૂરો કાબુ મેળવી લેશે. બાલ્કન વિસ્તારના નોસ્ટ્રેડેમસ તરીકે ઓળખાતા બાબાએ કરેલી પોઝિટિવ આગાહીમાં કોરોનાના રામબાણ ઇલાજની વાત હતી.સાથોસાથ એવી બિહામણી આગાહી પણ કરી હતી કે એક ડ્રેગન સમગ્ર માનવજાત પર કાબુ મેળવી લેશે.

બાબા વેંગાએ વધુમાં કહ્યું હતું કે ત્રણ દાનવો એક થઇ જશે અને એક મજબૂત ડ્રેગન સમગ્ર માનવજાત પર કાબુ મેળવી લેશે. વિશ્વના લોકો ધાર્મિક માન્યતાના બળે વિભાજિત થઇ જશે.

(3:44 pm IST)