Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અન્નદાતા આક્રોશમાં આજે ૧૧ મહિલાઓની ભૂખ હડતાલ

પ્રતિક ઉપવાસ આંદોલનઃ ખેડૂત કહે છે માંગો પુરી ન થાય તો ઉપવાસકારીઓની સંખ્યા વધારીશુ

નવી દિલ્હીઃ નવા કૃષિ કાનુનને રદ કરવાની માંગ સાથે ખેડૂતો જંગે ચઢયા છે. છેલ્લા ચાર દિવસથી ખેડૂતો પ્રતીક ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે. સિંધુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર ઉપર દરરોજ ૧૧-૧૧ ખેડૂતો પ્રતિક ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા. તો આજે ૧૧ મહિલાઓ પ્રતિક ભૂખ હડતાલ કરશે. ખેડૂતોએ ચોખ્ખુ કહી દીધુ છે કે જયાં સુધી માંગો પુરી નહિ થાય ત્યાં સુધી ધરણા પણ બંધ નહિ થાય.

ખેડૂતોએ એક દિવસના અનશન શરૂ કર્યા છે. રાજધાનીની બોર્ડર ઉપર દરરોજ ૧૧-૧૧ ખેડૂતો ભૂખ હડતાલ કરી રહયા છે. કેન્દ્ર સરકાર દ્વારા તેઓની માંગ પુરી કરવામાં નહિ આવે તો દરરોજ ભૂખ હડતાલ કરનારાઓની સંખ્યામાં વધારો કરી દેશે.

ટીકરી બોર્ડર ઉપર ભારતીય કિસાન યુનિયન (ઘાસીરામનેન) ના પ્રધાન ચૌધરી જોગેન્દરનૈને કહ્યું કે આજે ૧૧ મહિલાઓ ભૂખ હડતાલ ઉપર બેસનાર છે. સંગઠનની અનેક મહિલાઓ ભૂખ હડતાલ ઉપર બેસવા માંગે છે પણ હાલ તેને રોકવામાં આવ્યા છે. આ મહિલાઓ કહે છે કે જયાં સુધી નવો કૃષિ કાનુન રદ કરવામાં નહિ આવે ત્યાં સુધી ભૂખ હડતાલ સમાપ્ત કરવામાં નહિ  આવે. ભૂખ હડતાલ ઉપર બેસનારાઓ મોટાભાગના મોટી ઉંમરના છે જેઓને ઉપવાસ ઉપર બેસવુ ખતરનાક નિવડી શકે છે.

(3:02 pm IST)