Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

નવા વર્ષમાં જનજીવન -રાજકારણ-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગ્રહોની અસર

પાકિસ્તાનમાં સતા પરિવર્તનના યોગ : લોકો ઉપર શરૂઆતમાં સંતોષનો પ્રભાવ રહેશે : ભારતનું વિશ્વમાં મહત્વ વધશે : દેશમાં રાજકીય ઉથલ-પાથલના સંકેત

અંકોની તપાસ, ગ્રહોની બ્રાંચના ઇશ્વરની યાચના તે પછી ભવિષ્ય આંકવા અર્થાત સમયની સાધના જ  જયોતિષ છે. તાર્ત્પયએ છે કે અંકોના અંતરીક્ષમાં ગ્રહોની ચાલ વકતની ધરાતલ ઉપર રાશીઓના હાલ, ભવિષ્યની બહેતરી માટે ઉપાયોની ઢાલનું નામ જ જયોતિષ છે. સૌથી મોટી ઢાલ ઇશ્વર એટલે કે પરમપિતા પરમાત્માનું સાચા મનથી સ્મરણ.

જનજીવન

ગુરૂ અને શનિની યુતિથી પ્રારંભીક ૩ મહીના સુધી જનજીવન ઉપર સંતોષનો પ્રભાવ રહેશે. કેમ કે શનિ મુલત : ગુરૂનું સન્માન કરે છે. શનિના આદર ભાવથી જનતાથી જોડાયેલ સરોકાર જેવા અન્ન, ચિકિત્સા, નોકરી, જ્ઞાન-વિજ્ઞાનના નવા ચારમાં સકારાત્મક પરિણામ અપશે. સામાન્ય જનજીવન સુકુન અનુભવશે. વિજળી અને તેનાથી જોડાયેલ સંયોગોમાં ખામી આવી શકે છે.

રાજકારણ

૫ એપ્રિલ બાદ સમય દેશમાં રાજકીય ઉથલ-પાથલ ભર્યો રહેશે. બંગાળમાં ધમાસાણ રહેશે. દક્ષીણી રાજ્યો અને કેન્દ્ર વચ્ચે તનાતની રહેશે. યુપી ઉતરાખંડને છોડી ઉતરી રાજ્યોમાં સમસ્યાઓનું સમાધાન થશે.

આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્ય

જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સમાજનો સવાલ છે ત્યાં સુધી ૨૦૨૧ વિશ્વશાંતી માટે સારા સંકેત નથી આપતુ. ઉતર કોરીયા કે ચીનના ગુપ્ત ગઠબંધન થશે. જીનપીંગના તેવર વિશ્વને સંકટમાં નાખશે. પાકિસ્તાનની આર્થિક-રાજકીય સ્થિતી કમજોર થઇ સતા પરિવર્તનના યોગ છે. ભારતનું દુનિયામાં મહત્વ વધશે. અમેરિકામાં બીડન ભલે રાષ્ટ્રપતિના શપથ લેશે પણ ટ્રમ્પ ન્યાયીક પ્રકીયાઓથી ઉથલ પાથલ ચાલુ રાખશે. (૨૨.૪૪)

(અઝહર હાશમી, એસ્ટ્રોલોજર અને યામિસ્ટ -રાજસ્થાન પત્રીકામાંથી સાભાર)

(3:01 pm IST)