Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

હાઇ સીકયોરીટી નંબર પ્લેટ અને સ્ટીકર પર સરકાર દહેશત ન ફેલાવે : હાઇકોર્ટ

મહામારી દરમ્યાન જાહેરાત આપવી અયોગ્ય, લોકોને પુરતો સમય આપો

નવી દિલ્હી,તા. ૨૫: હાઇસીકયોરીટી રજીસ્ટ્રેશન પ્લેટ અને રંગ આધારિત ફયુઅલ સ્ટીકરના ઉલ્લંઘન પર ૫૫૦૦ રૂપિયા દંડ કરવાના નિર્ણય પર દિલ્હી હાઇકોર્ટે આશ્ચર્ય વ્યકત કર્યું છે. કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે આ બાબતે લોકોમાં ભય ન ફેલાવવો જોઇએ. દંડ કરતા પહેલા એચેઅસઆરપી અને સ્ટીકર લગાવવા માટે પુરતો સમય આપવો જોઇએ.

જસ્ટીસ સિધ્ધાર્થ મુદુલ અને જસ્ટીસ તલવંતસિંહની બેંચે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અનિલકુમારની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે સરકારે તેની જાહેરાત ઓગસ્ટમાં કરી હતી ત્યારે કોરોનાનો સમય હતો. આ સમય તેના માટે યોગ્ય નહોતો. બેંચે કહ્યું કે તેમને પણ આની જાણકારી નહોતી.

દિલ્હી સરકારના વકીલે જણાવ્યું કે, દંડની રકમ નકકી કરવા સાથે દિલ્હી સરકારને કોઇ લેવા દેવા નથી. તે તો ફકત સુપ્રીમ કોર્ટના આદેશોને લાગુ કરે છે. સુપ્રીમે કહ્યું હતુ કે દરેક વાહનો પર એચ.એસઆરપી અને સ્ટીકર હોવા જોઇએ.

(2:58 pm IST)