Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

૧ જાન્યુઆરીથી તમને અસર કરતી આ ૧૦ બાબતોમાં ફેરફાર થવાનો છે

 આગામી ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી વિવિધ સ્તર પર અનેક નિયમો અને વ્યવસ્થામાં ફેરફાર થવાનો છે, ચેક પેમેન્ટ, એલપીજી  સીલિન્ડરના ભાવ, જીએસટીથી લઈને યુપીઆઈ ટ્રાન્ઝેકશન પેમેન્ટ સહિત ઘણાં ફેરફાર થવાના છે. આ નિયમો દરેક વ્યકિતના જીવનને અસર કરતા હોવાથી તેના વિશે જાણવુ જરૂરી છે.

 ૧). ચેક પેમેન્ટઃ બેન્કિંગ ફ્રોડ અટકાવવા માટે રિઝર્વ બેન્કે ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં રૂ. ૫૦ ૦૦૦થી વધુની ચૂકવણી માટે કેટલીક વિગતો ફરીથી આપવી જરૂરી બનશે. આ પોઝિટિવ પે સિસ્ટમનો નિયમ ૧ જાન્યુઆરીથી લાગુ પડ્શે. એકાઉન્ટ હોલ્ડર તેમની પસંદગીની ફેસિલિટી ઉપલબ્ધ કરાવી શકે છે બેન્કો રૂ.૫ લાખ અને તેનાથી વધુ રકમના ચેક માટે તે અનિવાર્ય બનાવવા વિચારી શકે છે.

૨) કોન્ટેકટલેસ કાર્ડ ટ્રાન્ઝેકશન લિમીટ contactless card* transactions limit* આરબીઆઇએ કાર્ડ તથા યુપીઆઇથી નિયમિત રીતે થતા ટ્રાન્ઝેકશન માટે કોન્ટકટલેસ કાર્ડ ટ્રાન્ઝેકશન  અને ઈ-મેડટ્સ માટેની રકમની મર્યાદા રૂ. ૨૦૦૦થી  વધારીને ૫૦૦૦ કરી દીધી છે.   ડિજિટિલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા આ પગલું લેવાયું છે, તેનાથી સલામત અને સુરક્ષિત રીતે નાણાંની ચૂકવણી શકય બનશે. ગ્રાહકના મેન્ડેટ અને વિવેકશકિત પર તેનો આધાર રહેશે.

 ૩). કારના ભાવઃ મારૂતિ સુઝુકી ઇન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતની કાર કંપનોઓ ૧ જાન્યુઆરીથી તેમના વાહનોના ભાવમાં વધારો કરશે. સ્ટીલ સહિતના રો મટીરિયલ અને ઉત્પાદન ખર્ચમાં વધારો થયો હોવાથી કંપનીઓ વધાસે કરી રહી છે.

 ૪). પસંદગીના ફોન પર વોટ્સએપ કામ કરતું બંધ થશેઃ જાણીતી મેસેજિંગ સર્વિસ વોટ્સએપ કેટલાક પ્લેટફોર્મ્સ પરથી ૧ જાન્યુઆરીથી સપોર્ટ પાછો ખેંચી રહી છે. વોટસએપ પેજ પર તે કઈ ડિવાઈસીસનો ઉપયોગ કરીને સપોર્ટ પ્રોવાઈડ કરલે તેની વિગત આપી છે અને તેનો ઉપયોગ કરવાની ભલામણ કરી છેઃ એન્ડ્રોઈડ રનિંગ ઓએસ ૪.૦.૩ અને નવા, આઈફોન રનિંગ આઇઓએસ૯ અને નવા  અને પસંદગીન ફોન જે kaios ૨.૫.૧ તથા નવી ઓપરેટિંગ સિસ્ટમથી ચાલે છે, તેમાં જિયોફોન અને જીયોફોન૨નો પણ સમાવેશ છે.

૫). લેન્ડલાઈનથી મોબાઈલ ફોન કોલઃ ૧ જાન્યુઆરીથી તમે કોઈપણ લેન્ડલાઈન ફોન પરથી મોબાઈલ ફોન ડાયલ કરો તો તેની આગળ '૦'  લગાવવો પડશે એટલે કે ડાયલ કરવો પડશે, આ નવી સીસ્ટમ અસરકારક રીતે અમલી બનાવવા માટે ટેલિકોમ વિભાગે તમામ કંપનીઓને જરૂરી ઈન્ફાસ્ટ્રકયર ઊભું કરવા કહ્યું છે.આમ કરવાથી ટેલીકોમ સર્વીસીઝમાં ખાસ્સી એવી નંબરીંગ સ્પેસ ક્રિએટ થશે.

૬). તમામ ફોર વ્હીલર માટે fastag (ફાસ્ટેગ)  :  કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે ૧ જાન્યુઆરીથી તમામ ફોર વ્હીલ વાહનો માટે ફાસ્ટેગ (fastag) ફરજીયાત બનાવી દીધુ છે. ૧ ડિસેમ્બર, ૨૦૧૭ પહેલાં વેચાયેલા m અને n કલાસ ફોર-વ્હીલ્સ માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવી દેવાયું છે, તેના માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ, ૧૯૮૯માં સુધારો કરવામાં આવ્યો છે. ૬ નવેમ્બર, ૨૦૨૦ના રોજ આ અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ હતુ.

 ૭). UPI  પેમેન્ટઃ ૧ જાન્યુઆરીથી   એમેઝોન પે, ગૂગલ પે અને ફોનપે પરથી ટ્રાન્ઝેકશન કરતી વખતે યુઝરે વધારાના ચાર્જ ચૂકવવાના રહેશે, નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા થર્ડ પાર્ટી એપ દ્વારા ચલાવાતી યુપીઆઈ પેમેન્ટ સવિંસ (યુપીઆઇ પેમેન્ટ) પર વધારાના ચાર્જ લાગુ કરશે. થર્ડ પાર્ટી એપ પર ૩૦ ટકાની મર્યાદા લાગુ કરી છે. પેટીએમે પણ આ ચાર્જ ચુકવવાનો રહેશે.

 ૮). ગૂગલ પે વેબ એપઃ ગૂગલ પે યુઝર ટુ યુઝર પેમ્ટ્સ ફેસિલિટી તેની વેબ એપ પર ખતમ કરવા જઈ રહી છે અત્યાર સુધી ગ્રાહકો pay.google.com   મોબાઈલ એપ પરથી પેમેન્ટ કરી શકતા હતા અને નાણાં મોકલી શકતા હતા. પરતુ ગૂગલના નવા નોટીફીકેશન મુજબ વેબ એપ સાઇટ ૧ જાન્યુઆરીથી કામ કરતી બંધ થઇ જશે.

 ૮). LPGના ભાવઃ સરકારી કંપનીઓ દર મહિનાની ૧ તારીખે એલપીજી અર્થાત રાંધણ ગેસના ભાવની સમીક્ષા કરે છે. ગયા મહિને રૂ.૧૦૦નો તોતિંગ ભાવવધારો કર્યા પછી જાન્યુઆરીમાં શું થાય છે તે જોવાનુ રહેશે.

 ૧૦). gst-રજિસ્ટર્ડ સ્મોલ બિઝનેસઃ રૂ. ૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા ઉધોગોએ ૧ જાન્યુઆરીથી માત્ર ૪ જીએસટી સેલ્સ રિટર્ન(gstr-3b) ભરવાના રહેશે, અત્યાર સુધી તેમણે ૧૨ રિટર્ન ભરવા પડતા હતા. તેનાથી ૯૪ લાખ વેપાર કરદાતાઓને રાહત થશે જે કુલ કરદતાઓના ૯૨ ટકા થાય છે, નાના કરદાતાઓએ આઠ રિટર્ન (4 gstr-3b અને ૪ gstr-1 રિટર્ન) ભરવાના રહેશે.

(3:01 pm IST)