Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

આવ્યો જમાનો 'હોમ એન્ટરટેઇનમેન્ટ'નોઃ ટેકનીકનો થશે મહત્તમ ઉપયોગ

મનોરંજન વિશ્વમાં દુનિયાભરમાં ધરખમ ફેરફારઃ વીડીયો સોશ્યલ મીડીયા-કલાઉડ ગેમીંગની લોકપ્રિયતા વધી : કોરોના કાળમાં લોકો સુરક્ષા અને નાણાકીય ચિંતાના લીધે બહાર જતા વિચારે છેઃ ઓટીટી-વર્ચ્યુઅલ માધ્યમો તરફ વળ્યા

નવી દિલ્હી તા. ૨૫: મહામારી દરમિયાન લોકો મનોરંજનની જરૂરીયાત પૂરી કરવા માટે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના બદલાવના મોટા દોરમાંથી પસાર થઇ રહી છે. ઓવર ધ ટોપ એટલે ઓટીટી હવે ઇન્ટરનેટની પહોંચ અને સસ્તા ડાટા પ્લાનના કારણે ટીયર-ર અને ટીયર-૩ શહેરોમાં ઉપભોકતાઓ માટે મનોરંજનનું પ્રાથમીક સાધન બની ગયું છે. લોકડાઉન દરમિયાન ગ્રામીણ ભારતમાં ઓટીટી સામગ્રીની ખપત ૬પ ટકાથી વધુ નોંધાય છે. આઉટડોર સાધનોની રીઓપનીંગ સરળ નહીં હોય, કેમ કે લોકો ધ્યાન રાખી આગળ વધશે.કટેન્ટના ઉપભોગ માટે લોકો ડીઝીટલ અને વર્ચ્યુઅલ માધ્યમો તરફ વળ્યા છે. જયારે સુરક્ષા અને નાણાકીય ચિંતાથી ઘરની બહાર પગ ઉપાડતા લોકો વિચારે છે. સ્ટેકેશન જેવા પેકેજ મળવાના વિકલ્પ અવસર સાબીત થયા છે. વિશ્વના કોઇ દૂર શહેરમાં ઇન્ટરએકટીવ વર્ચ્યુઅલ ઇવેન્ટ, કોર્ન્સટ સીરીઝના રૂપમાં ઘરે બેઠા પેકેજ મળશે.

એન્ટર ટેનમેન્ટ ટ્રેન્ડઃ ઓનલાઇન સેવાની સ્વીકાર્યતા વધશે

વર્ષ ર૦ર૦ આખા વિશ્વમાં મનોરંજનના સાધનોમાં આશ્ચર્યજનક બદલાવ લઇને આવ્યું. લોકોની દિનચર્યા અને મનોરંજનની રીતો જેમ-જેમ બદલાઇ રહી છે તેમ આર્ટસ એન્ડ એન્ટરટેનમેન્ટ ઉદ્યોગમાં વીડીયો સ્ટ્રીમીંગ, કલાઉડ ગેમીંગ એન્ડ પોડકાસ્ટ જેવી સેવાઓ ગેમ ચેન્જર સાબીત થઇ રહી છે. ર૦૧૯માં ર.૧ ટ્રીલીયન ડોલરની ગ્લોબલ એન્ટરટેનમેન્ટ અને મીડીયા માર્કેટ ઇન્ડસ્ટ્રી કોરોના કાળમાં ઘટીને ર.૦ ટ્રીલીયન ડોલરે આવી છે. પણ ર૦ર૪ સુધીમાં ર.પ ટ્રીલીયન ડોલર થવાની સંભાવના છે.

વીડીયો સોશ્યલ મિડીયા

સામ-સામે નહીં મળવાનો રસ્તો વિડીયો આધારીત સોશ્યલ મીડીયા છે. આભાસીજ ખરૂ પણ તેની લોકપ્રિયતા વધી રહી છે.

કલાઉડ ગેમીંગ

એકી સાથે ઘણા ડીવાઇઝ ઉપર ગેમીંગ સાથે ચેટ સુવિધા દેતી ટેકનીક મોટાઓ અને બાળકોમાં પણ ટીમ વર્ક અને સહયોગને વધારે છે.

ઓટીટી પ્લેટફોર્મ્સ

ઇન્ટરનેટ ઉપર ટીવી અને સીનેમાના કન્ટેટ જોવાની આ સુવિધાએ સ્માર્ટ ફોનમાં આખી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી લાવી દીધી છે.

ર૦ર૧માં એન્ટરટેનમેન્ટનું નવું સ્વરૂપ

મીડીયા (ગેમ, મુવી, ટીવી, મ્યુઝીક વગેરે) ના વિભિન્ન રૂપોની પરિભાષા ભલે બદલે નહીં પણ જે રીતે તેનો ઉપભોગ કરાય છે, હવે તે વધુ ઝડપથી વિકસીત હશે.

ગેમીંગ ઇન્ડસ્ટ્રી આવનાર સમયમાં સૌથી વધુ ઉભરતા ક્ષેત્રોમાં ગણાશે. તે ભવિષ્યમાં મહત્વની સાબીત થશે. જે લગભગ ૧૮૦ બીલીયન ડોલરનું માર્કેટ બનશે.

જયારે આવનાર સમયમાં ડીઝીટલ અને સિઝીકલ વર્લ્ડનો સમાવેશ થશે. ડીઝીટલ જ આપણી પ્રાથમીકતા હશે. જે ૭૦.પ બીલીયન ડોલરનું લાઇવ સ્ટ્રીમીંગ બજાર થશે.

રિમોટ વર્ક, ફીલ્મ ઇવેન્ટ અને પ્રમોશન સરળ બનશે

મીડીયા અને એન્ટરટેનમેન્ટ કંપનીઓ પોતાના કાર્યક્રમોના પ્રમોશન માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ્સ અથવા ફોર્મેટના ચયન વધુ કરશે. જેથી કલાકારોના ટ્રાવેલનું ઝંઝટ ખતમ થશે અને નિર્માતા કંપનીઓના સમય અને ધનની પણ બચત થશે.

સર્વેમાં ૧૮-૪૦ વર્ષના ૬૯.૬ લોકો સામેલ થયેલ  જેમાં ૭૧.૭ ટકા પુરૂષ અને ર૮.૩ ટકા મહિલાઓ હતી

ઓટીટીના કારણે કોરોના બાદ પણ સીનેમા હોલમાં જવાનું ઓછું થશે?

જેના જવાબમાં પ૧.૧ ટકા લોકોએ હા પાડી, જયારે ૩૪.૮ ટકા લોકોએ ના કહેલ. ૧૪.૧ ટકા લોકોએ જણાવેલ કે સીનેમા જવાનું વધશે.

ઓટીટી કંટેટને સૂચના પ્રસારણ મંત્રાલયના દાયરામાં લાવવાથી શું પ્રભાવ થશે?

પ૦ ટકા લોકોએ અશ્લીલતા અટકશનું જણાવેલ, ૧૯.૬ ટકા લોકોએ રચનાત્મકતા પ્રભાવીત થશેનું જણાવેલ, ર.૧ ટકા લોકપ્રિયતા ઘટશેનું કહેલ અને ર૮.૩ ટકાએ આપત્તીજનક સંવાદ બંધ થશેનું કહેલ.

શું મનોરંજનના નામ ઉપર દેશમાં અશ્લીલતાનો પ્રસાર કરાઇ રહ્યો છે?

જેના જવાબમાં ૮ર.પ ટકાએ રૂ. ૮.૬ ટકાએ ના અને ૮.૭ ટકાએ ન ખબર હોવાનું જણાવેલ.

કલાકારોને શું રાજકારણથી દૂર રહેવું જોઇએ?

જવાબમાં ૬૦.૯ ટકાએ હા પાડી, ૧૮.પ ટકાએ ના પાડેલ અને ર૦.૭૧ ટકાએ ખબર ન હોવાનું જણાવેલ.

સરકારે કલાને પ્રોત્સાહીત કરવા શું કરવું જોઇએ?

૩.૩ ટકાએ કલા શિક્ષાને વધારવા સૂચન કરેલ, જયારે પ.૪ ટકાએ રોજગારના અવસર વધારવા જણાવેલ, ૮.૭ ટકાએ પારંપરાગત કળાઓમાં ગૌરવનો ભાવ જગાડવા કહેલ, જયારે ૮.ર૬ ટકાએ આ બધા ઉપાય કરવા જણાવેલ.

(2:56 pm IST)