Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

નવા કોરોના વાયરસના છ લક્ષણો

તાવ શરદી અને સ્વાદ ન આવતો તે ઉપરાંત આ લક્ષણ

લંડન,તા.૨૫ : દેશના કોરોના વાયરસના આગળ પડતા નિષ્ણાંતોમાંના એકે ચેતવણી આપી છે કે એન એચ એસ દ્વારા જાહેર કરાયેલા ત્રણ લક્ષણો ઉપરાંત કોરોના સંક્રમણના અન્ય છ લક્ષણો છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે.

કિંગ્સ કોલેજ લંડનમાં જેનેટીક એપીડેન્ઝીઓના પ્રોફેસર અને ઝેડઓઇ કોવિદ સીમ્પટોમ એપના આગળ પડતા વૈજ્ઞાનિક ટીમ સ્પેકટરે કોરોનાના સ્વરૂપના કેસોના કારણે આવેલ ઉછાળા અંગે બોલતા કહ્યું કે લોકોએ એનએચએસ દ્વારા જાહેર કરવામાં આવેલ ત્રણ લક્ષણો ઉધરસ, તાવ અને ગંધ કે સ્વાદ ન આવવો પર જ ધ્યાન નથી આપવાનું પણ આના સિવાય કોવિડ-૧૯ હોવાના અન્ય લક્ષણો પણ છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે. આ લક્ષણો છે માથાનો દુઃખાવો, કળતર, ઝાડા, સ્નાયુનો દુઃખાવો, ભૂખ ન લાગવી અને મૂંઝવણ. તેમણે કહ્યું કે લંડન અને દક્ષિણપૂર્વમાં કોરોના કેસમાં આવેલ ઉછાળા માટે વાયરસના નવા સ્વરૂપને જવાબદાર ગણવામાં આવે છે પણ તે અલગ રીતે વર્તે છે એવા કોઇ પુરાવા હજુ નથી મળ્યા.

(12:50 pm IST)