Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાજયોની ઇકોનોમીને વેરવિખેર કરી રહ્યું છે પ્રદુષણ

યુપી-બિહારને સૌથી વધુ નુકશાનઃ પ્રતિ વ્યકિત ક્ષતિના મામલે દિલ્હી આગળ : પ્રદુષણને કારણે દિલ્હીમાં પ્રતિવ્યકિત વાર્ષીક નુકશાન રૂ.૪૫૦૦ : હરીયાણા બીજા ક્રમેઃ નુકશાન રૂ.૩૮૫૦

નવી દિલ્હી, તા. ૫ : દેશમાં વાયુ પ્રદૂષણથી આરોગ્ય પર થતી અસરોની ચર્ચા તો બહુ થાય છે પણ તેનાથી થનાર આર્થિક નુકશાન એનાથી પણ વધુ ભયંકર છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર)એ હાલમાં બહાર પાડેલ પોતાના રીપોર્ટમાં કહ્યું છે કે વાયુ પ્રદૂષણના લીધે ઉત્તર અને મધ્ય ભારતના રાજયો ભારે આર્થિક નુકશાન ભોગવી રહ્યા છે. તેમાં પણ ઉત્તરપ્રદેશ અને બિહાર સૌથી વધારે અસરગ્રસ્ત છે.

લાન્સેર પલેનેટરી હેલ્થમાં પ્રકાશીત રીપોર્ટ 'ઈન્ડિયા સ્ટેટ લેવલ ડીસીઝ વર્ડન ઈનીસીયેટીવ' અનુસાર વાયુ પ્રદૂષણના કારણે દેશને જીડીપીના ૧.૪% જેટલુ નુકશાન થઈ રહ્યુ છે. પણ જો રાજયોની સ્થિતિ પર નજર નાખીએ તો ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજયો ભારે નુકશાની ભોગવી રહ્યા છે. ઉત્તરપ્રદેશના જીડીપીના ૨.૧૫ ટકા જેટલુ નુકશાન વાયુ પ્રદૂષણના કારણે થતા મોત, બીમારીઓ તથા ઉત્પાદકતામાં ઘટના કારણે થાય છે. આ રકમને જે રૂપિયામાં ફેરવવામાં આવે તો ૩૬ હજાર કરોડ રૂપિયાથી પણ વધારેનું નુકશાન એકલા યુપીને એક વર્ષમાં થાય છે.

રીપોર્ટ અનુસાર, બિહાર આ બાબતે બીજા નંબર પર છે. બિહારના જીડીપીના ૧.૯૫ ટકા જેટલુ નુકશાન વાયુપ્રદુષણના કારણે થાય છે. આ રકમ ૧૧ હજાર કરોડથી પણ વધારે થાય છે. ત્રીજા નંબરે રાજસ્થાન અને મધ્યપ્રદેશ છે જેમના જીડીપીના ૧.૭૦ ટકા જેટલુ નુકશાન વાયુ પ્રદુષણના કારણે થાય છે. રીપોર્ટમાં કહેવાયું છે કે પ્રદુષણના કારણે પ્રતિવ્યકિત નુકશાન બાબતે દિલ્હી સૌથી આગળ છે. દિલ્હીમાં પ્રતિવ્યકિત વાર્ષીક નુકશાન ૬૨ ડોલર આંકવામાં આવ્યું છે. જે લગભગ સાડા ચાર હજાર જેટલુ છે. બીજા નંબરે હરીયાણા છે. જયાં પ્રતિવ્યકિત નુકશાન ૫૩.૮ ડોલર એટલે લગભગ ૩૮૫૦ રૂપિયા છે.

(11:45 am IST)