Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

બાબા વૈંગાની ભવિષ્યવાણી

૨૦૨૧માં કેમિકલ હુમલાનો ખતરો!: આ બે શકિતશાળી રાજનેતા પર 'જીવનું જોખમ'

નવી દિલ્હી, તા.૨૫: આપણે હવે વર્ષ ૨૦૨૦ના છેલ્લા અઠવાડિયામાં પહોંચી ગયા છીએ. આ વર્ષ આખી દુનિયા માટે ખુબ ખરાબ સાબિત થયું.  એક ટચૂકડા વાયરસે આખી દુનિયાને બંધક બનાવી દીધી. કોરોના વાયરસ મહામારી હોય કે પછી ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલતો તણાવ...વર્ષ ૨૦૨૦ ને લઈને દિવ્યાંગ બાબા વેંગાની ભવિષ્યવાણી એકદમ સટિક સાબિત થઈ છે. ૧૨ વર્ષની ઉંમરમાં પોતાની આંખો ગુમાવી દેનારા બાબા વેંગાએ પોતાના મોતના લગભગ આઠ દાયકા પહેલા જ આવી તબાહીના સંકેત આપી દીધા હતા. એવામાં જયારે દુનિયા નવા વર્ષ ૨૦૨૧ના આગમનની તૈયારીઓમાં લાગી છે તો બાબા વેંગાની ભવિષ્યવાણીઓએ એકવાર ફરીથી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

બલ્ગેરિયાના રહીશ રહસ્યવાદી વેંગા બાબાએ વર્ષ ૧૯૯૬માં દાવો કર્યો હતો કે વર્ષ ૨૦૨૧ જ એ વર્ષ હશે જયારે દુનિયાને કેન્સરની સચોટ સારવાર મળી જશે. પોતાની સટિક ભવિષ્યવાણીઓ માટે દુનિયાભરમાં બાલ્કનના નોસ્ત્રાડેમસના નામથી જાણીતા બાબા વેંગાએ ૨૦૨૧માં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાની કોશિશ થશે તેવી ભવિષ્યવાણી પણ કરી હતી.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આવનારું વર્ષ મુશ્કેલીભર્યું રહી શકે છે. વર્ષ ૨૦૨૧માં તેમણે વ્હાઈટ હાઉસ છોડવાનું છે. જયારે બાબા વેંગાએ ૪૫માં પોટસને કોઈ 'રહસ્યમય બીમારી'થી પીડિત થવાનો ઉલ્લેખ કર્યો હતો. વર્ષ ૨૦૨૧માં યુરોપની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થવાની ભવિષ્યવાણી પણ કરાઈ હતીબાબાની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરનારા લોકોના જણાવ્યાં મુજબ યુરોપના લોકો પર કેમિકલ હથિયારો દ્વારા હુમલો થઈ શકે છે. બાબા વેંગાની આગામી ભવિષ્યવાણી મુજબ લોકોની ચેતનામાં બદલાવ આવશે. આ સાથે તેમને મુશ્કેલ સમય આવવાનો અને લોકોના ધાર્મિક માન્યતાના આધારે વહેંચાઈ જવાનો સંકેત આપ્યો હતો.

(11:44 am IST)